ઇન્શ્યુરન્સની રકમઆ પોલિસીની ઇન્શ્યુરન્સની લઘુતમ રકમ રૂ. 1,00,000/- છે અને તેને રૂ. 10,000/- ના ગુણાંકમાં વધારી શકાય છે. ઇન્શ્યુરન્સની રકમ મહત્તમ કેટલી રાખી શકાય એ ઇન્શ્યોર્ડ વ્યક્તિની આવકની ક્ષમતાને આધારે અલગ-અલગ હોઈ શકે છે. |
પોલિસી લાભકોષ્ટક A - આકસ્મિક મૃત્યુ માટેનું કવર પૂરું પાડે છે.
કોષ્ટક B-આકસ્મિક મૃત્યુ અને કાયમી વિકલાંગતા માટેનું કવર પૂરું પાડે છે.કોષ્ટક C - આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતા અને અસ્થાયી સંપૂર્ણ અપંગતા માટે કવર પ્રદાન કરે છે. |
આકસ્મિક મૃત્યુઆ પોલિસી ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુના સંજોગોમાં ક્યુમ્યુલેટિવ બોનસ સાથે ઇન્શ્યુરન્સની રકમના 100 % પ્રદાન કરે છે. |
કાયમી સંપૂર્ણ વિકલાંગતાઆ પોલિસી અકસ્માતને કારણે ઇન્શ્યોર્ડ વ્યક્તિને કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવે તેવા કિસ્સામાં ક્યુમ્યુલેટિવ બોનસ (ઇન્શ્યુરન્સ રકમના માત્ર 100 % પર ગણતરી કરવામાં આવે છે) સાથે ઇન્શ્યુરન્સની 150 % રકમ પૂરી પાડે છે. |
કાયમી આંશિક વિકલાંગતાઆ પોલિસી આકસ્મિક ઇજાઓ બાદ કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં પોલિસી ક્લોઝમાં ઉલ્લેખ કર્યા મુજબ ઇન્શ્યુરન્સની રકમની ચોક્કસ ટકાવારી પૂરી પાડે છે. |
અસ્થાયી સંપૂર્ણ અપંગતામાત્ર અકસ્માતોને કારણે જ ગંભીર રીતે ઘાયલ થયા હોય અને તે કામચલાઉ સંપૂર્ણ વિકલાંગતા આવે ત્યારે આ પોલિસી પૂર્ણ થયેલા સપ્તાહદીઠ કોષ્ટક C હેઠળ ઇન્શ્યરન્સની રકમનો 1 % હિસ્સો પૂરો પાડે છે, જે 100 અઠવાડિયા સુધી રૂ. 15,000/- (દર અઠવાડિયે) થી વધુ ન હોઈ શકે. |
શૈક્ષણિક અનુદાનઇન્શ્યોર્ડ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિના વધુમાં વધુ બે આશ્રિત બાળકો માટે શૈક્ષણિક અનુદાન આપવામાં આવે છે. 1) બાળક દીઠ વધુમાં વધુ રૂ. 10,000/- આપવામાં આવે છે, બે આશ્રિત બાળકો સુધી આપવામાં આવે છે II) 18 વર્ષથી ઓછી વયના એકથી વધુ આશ્રિત બાળકના કિસ્સામાં, બાળક દીઠ રૂ. 10,000/- ચૂકવવાપાત્ર છે, તથા રૂ. 20,000/- થી વધુ ચૂકવવામાં આવતા નથી. |
એમ્બ્યુલન્સ ચાર્જ /નશ્વર અવશેષોનું પ્રત્યાગમનઇન્શ્યોર્ડ વ્યક્તિના રહેઠાણના સ્થળની બહાર થયેલા અકસ્માતોને કારણે સ્વીકાર્ય ક્લેમ માટે, આ પોલિસીમાં હોસ્પિટલમાં જવા માટે એમ્બ્યુલન્સ ચાર્જ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિના નશ્વર અવશેષોને તેના નિવાસસ્થાને લઈ જવા માટે, વધુમાં વધુ રૂ. 5,000/- સુધીની રકમ એકસાથે પૂરી પાડવામાં આવે છે. |
એક સંબંધી માટે મુસાફરીનો ખર્ચ
કંપની ઇન્શ્યોર્ડ વ્યક્તિનાં આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં કોઈ એક સંબંધીને ઇન્શ્યોર્ડ વ્યક્તિનાં નિવાસસ્થાને લઈ જવા માટે ઇન્શ્યોર્ડ રકમનો 1 %, જે રૂ. 50,000/- (વાસ્તવિક થયો હોય એટલો) સુધી પ્રદાન કરશે. |
વાહન/ રહેઠાણમાં ફેરફારઇન્શ્યોર્ડ વ્યક્તિના રહેઠાણ અથવા વાહનમાં મોડીફાઇ કરવાના ખર્ચાને, જો એ મોડિફિકેશન એકસિડેંટને કારણે ભારતમાં કરવામાં આવ્યું હોય અને ડોક્ટર દ્વારા સર્ટીફાઇડ હોય તો, ઇન્શ્યુરન્સની રકમના 10% તથા મહત્તમ રૂ, 50,000/- (કોષ્ટક B અને C) સુધી કવર થઈ શકે છે. |
લોહીની ખરીદીઆ પોલિસી ઇન્શ્યોર્ડ વ્યક્તિની મેડિકલ અથવા સર્જિકલ સારવાર માટે લોહી ખરીદવા માટે કરવામાં આવેલા ખર્ચ માટે -ઇન્શ્યુરન્સની રકમના 5% અને મહત્તમ રૂ. 10,000/- સુધી કવર પૂરું પડે છે. |
આયાતી દવાઓનું પરિવહનઆ પોલિસીમાં ભારતમાં દવાઓની આયાત કરવા માટે નૂર શુલ્ક પર થનારા ખર્ચ પર ઇન્શ્યુરન્સની રકમના 5% અને મહત્તમ રૂ. 10,000/- સુધી કવર પૂરું પડે છે. |
ક્યુમ્યુલેટિવ બોનસક્યુમ્યુલેટિવ બોનસ દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે ઇન્શ્યોર્ડ રકમના 5 %ના દરે પ્રદાન કરવામાં આવે છે, જે ઇન્શ્યુઅરન્સની રકમના મહત્તમ 50 % સુધીનું હોય છે. |
મેડિકલ ખર્ચ એક્સટેન્શનદર્દી માટે હોસ્પીટલમાં અને હોસ્પિટલ બહાર કરવામાં આવતા મેડિકલ ખર્ચને માન્ય ક્લેમના 25 % સુધી અથવા કુલ ઇન્શ્યુરન્સ રકમના 10 % અથવા ખરેખર થયેલ ખર્ચ (જે ઓછું હોય તે) કવર કરવામાં આવે છે, જે પોલિસીના સમયગાળા દીઠ કુલ રૂ. 5,00,000/- સુધી સીમિત રહેશે. |
વિન્ટર સ્પોર્ટ્સ માટે કવરેજઆ એક્સટેન્શન ઇન્શ્યોર્ડ વ્યક્તિ આવી રમતોમાં ભાગ લેવાનું વિચારતી હોય તો તે સમયગાળા માટે આપી શકાય છે. |
હોસ્પિટલ કેશઅકસ્માતની તારીખથી 30 દિવસની અંદર આ પ્રકારનું હોસ્પિટલાઈઝેશન થાય ત્યારે હોસ્પિટલમાં દરેક પૂર્ણ થયેલા દિવસ માટે રૂ.1000/- નો રોકડ લાભ (cash benefit) આપવામાં આવે છે. આ લાભ પ્રતિ ઘટનાના મહત્તમ 15 દિવસ અને પોલિસી સમયગાળા દીઠ 60 દિવસ માટે પ્રદાન કરવામાં આવે છે. |
ઘર પર સ્વાસ્થ્ય લાભહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઇન્શ્યોર્ડ વ્યક્તિના નિવાસસ્થાને કન્સલ્ટન્ટ ફિઝિશ્યનની સલાહથી એક એટેન્ડન્ટ પાછળ કરવામાં આવતા ખર્ચને પ્રત્યેક પૂર્ણ થયેલા દિવસ બદલ રૂ. 500/- સુધીનો ખર્ચ કવર કરવામાં આવે છે, જે ઘટના દીઠ વધુમાં વધુ 15 દિવસ અને પૉલિસીના સમયગાળા દીઠ 60 દિવસ સુધી મર્યાદિત રહે છે. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.