પોલિસી ટર્મઆ પોલિસી 1 વર્ષની મુદત માટે ઉપલબ્ધ છે. |
પોલિસી પ્રકારઆ પોલિસી ઇન્ડિવિજ્યુઅલ ધોરણે લાભ પ્રદાન કરે છે. |
આકસ્મિક મૃત્યુઆ પોલિસીમાં અકસ્માતની તારીખથી 12 મહિનાની અંદર ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો પૂરો પાડવામાં આવે છે. |
કાયમી સંપૂર્ણ વિકલાંગતાઆ પોલિસી અકસ્માતની તારીખથી 12 મહિનાની અંદર કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિને ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો પૂરો પાડે છે. |
કાયમી આંશિક વિકલાંગતાઆ પોલિસી અકસ્માતની તારીખથી 12 મહિનાની અંદર થતી આકસ્મિક ઇજાઓ પછી કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં પોલિસી ક્લોઝમાં ઉલ્લેખ કર્યા મુજબ ઇન્શ્યુઅરન્સની રકમની ચોક્કસ ટકાવારી પૂરી પાડે છે. |
અસ્થાયી સંપૂર્ણ અપંગતાઆ પોલિસી ઇન્શ્યોર્ડ વ્યક્તિને માત્ર અકસ્માતોને કારણે થયેલી ગંભીર ઈજાના કિસ્સામાં અને અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા આવવાના કિસ્સામાં આ પોલિસીમાં નિર્દિષ્ટ કર્યા મુજબના લાભો પૂરા પાડે છે. |
અકસ્માતોને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચઅકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પાછળ થતા મેડિકલ ખર્ચને કુલ ઇન્શ્યુઅરન્સની રકમના 10 % સુધી કવર કરવામાં આવે છે. |
શૈક્ષણિક અનુદાનઆકસ્મિક મૃત્યુ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિની કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં, ઇન્શ્યોર્ડ વ્યક્તિના આશ્રિત બાળકો માટે ઇન્શ્યુઅરન્સની રકમના 10% ની એક વખતની શૈક્ષણિક ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.