આરોગ્ય સંજીવની પૉલિસી, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ

*By providing my details, I consent to receive assistance from Star Health regarding my purchases and services through any valid communication channel.

IRDAI UIN: SHAHLIP22027V032122

HIGHLIGHTS

Plan Essentials

essentials

પોષાય એવી પૉલિસી

વીમા નિયમનકારે સમગ્ર ભારત માટે સસ્તા પ્રીમિયમ સાથે પોષાય એવી આરોગ્ય વીમા પૉલિસી તૈયાર કરી છે.
essentials

પૉલિસી પ્રકાર

આ પૉલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે મેળવી શકાય છે.
essentials

પ્રવેશની ઉંમર

18 થી 65 વર્ષ વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પૉલિસીનો લાભ લઈ શકે છે. ફ્લોટર આધાર હેઠળ, 3 મહિનાથી 25 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા મહત્તમ ત્રણ આર્થિક રીતે આશ્રિત બાળકો આવરી લેવામાં આવે છે.
essentials

નમ્ય (ફ્લેક્સિબલ) પૉલિસી

18 થી 65 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે આ પૉલિસીનો લાભ લઈ શકે છે. એક પરિવારમાં આપણે પોતે, જીવનસાથી, આશ્રિત બાળકો (3 મહિના અને 25 વર્ષ વચ્ચે) અને માતાપિતા હોઈ શકે છે
essentials

દિવસ સંભાળ (ડે કેર) પ્રક્રિયાઓ

ચિકિત્સકીય સારવાર અને શલ્યક્રિયા પ્રક્રિયાઓ કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે તેને આવરી લેવામાં આવે છે.
essentials

આયુષ (AYUSH) સારવાર

આયુષ હોસ્પિટલોમાં આયુર્વેદ, યોગ તથા પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની દવાઓ હેઠળ સારવાર માટે થતા ખર્ચને આવરી લેવામાં આવે છે.
essentials

આધુનિક સારવાર

ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રા વિટ્રીઅલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચને વીમાની રકમના 50% સુધી આવરી લેવામાં આવે છે.
essentials

સંચિત બોનસ

દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે વીમાની રકમના 5% દરે સંચિત બોનસ આપવામાં આવે છે જે વીમાની રકમના મહત્તમ 50% હોય શકે છે.
DETAILED LIST

શું સમાવિષ્ટ છે તે સમજો

મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ

પૉલિસી અવધિ (ટર્મ)

આ પૉલિસી એક વર્ષની મુદ્દત માટે મેળવી શકાય છે.

પૂર્વ-ચિકિત્સકીય તપાસ

50 વર્ષ તથા તેથી વધુ ઉંમર ધરાવતા લોકોએ આ પૉલિસનો લાભ લેતા પહેલા કંપનીના નામાંકિત કેન્દ્રો પર પૂર્વ-ચિકિત્સકીય તપાસ (પ્રી-મેડિકલ સ્ક્રીનીંગ) કરાવવી જરૂરી છે.

વીમાની રકમ

પૉલિસી રૂ. 50,000/- થી લઈને રૂ. 10,00,000/- (રૂ. 50,000/- ના ગુણકમાં) ની રેંજમાં વીમાની રકમના વિકલ્પો પ્રદાન કરે છે.

ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન

માંદગી, ઈજા કે અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે.

પ્રી-હોસ્પિટલાઇઝેશન

દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે.

પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન

હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 60 દિવસ સુધી પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચાઓ આવરી લેવામાં આવે છે.

રૂમનું ભાડું

દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચ એ વીમાની રકમના 2% સુધી આવરી લેવામાં આવે છે જે મહત્તમ રૂ. 5000/- પ્રતિ દિવસ સુધી હોઈ શકે છે.

ICU શુલ્ક

ICU શુલ્ક એ વીમાની રકમના 5% સુધી આવરી લેવાય છે જે મહત્તમ રૂ. 10,000/- પ્રતિ દિવસ સુધી હોઈ શકે છે.

રોડ એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સ શુલ્ક એ રૂ. 2000/- પ્રતિ હોસ્પિટલાઈઝેશન સુધી આવરી લેવામાં આવે છે.

દિવસ સંભાળ (ડે કેર) પ્રક્રિયાઓ

ચિકિત્સકીય સારવાર અને શલ્યક્રિયાની પ્રક્રિયાઓ કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેના ખર્ચને આવરી લેવાય છે.

આયુષ (AYUSH) સારવાર

આયુષ હોસ્પિટલોમાં આયુર્વેદ, યોગ તથા પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની દવાઓ હેઠળ કરેલ સારવાર માટે થતા ખર્ચને વીમાની રકમની સીમા સુધી આવરી લેવામાં આવે છે.

ગ્રામીણ છૂટ (ડિસ્કાઉન્ટ)

પરિચિત ગ્રામીણ ક્ષેત્રો માટે, વ્યક્તિગત અને ફ્લોટર પૉલિસી બંને માટે પ્રીમિયમ પર 20% છૂટ (ડિસ્કાઉન્ટ) ઉપલબ્ધ છે.

આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ)

પૉલિસી આજીવન નવીકરણનો વિકલ્પ પ્રદાન કરે છે.

સંચિત બોનસ

દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે વીમાની રકમના 5% દરે સંચિત બોનસ આપવામાં આવે છે અને જે વધુમાં વધુ વીમાની રકમના 50% હોઈ શકે છે.

સહ-ચુકવણી (કો-પેમેન્ટ)

પૉલિસી હેઠળનો દરેક દાવો (ક્લેમ), પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સ્વીકાર્ય અને ચૂકવવાપાત્ર દાવાની રકમ માટે લાગુ પડતા 5% કો-પેમેન્ટને આધીન રહેશે.

મોતિયાની સારવાર

એક પૉલિસી વર્ષમાં એક આંખ દીઠ મોતિયાની સારવાર માટે થયેલ ખર્ચ એ વીમાની રકમના 25% સુધી અથવા રૂ. 40,000/- સુધી, બેમાંથી જે પણ ઓછું હોય તેને આવરી લેવામાં આવે છે.

હપ્તા વિકલ્પો

આ પૉલિસીના પ્રીમિયમને ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તેની વાર્ષિક ચૂકવણી પણ કરી શકાય છે.
પોલિસીની વિગતો અને નિયમો અને શરતોને જાણવા માટે પોલિસી દસ્તાવેજો જોવા વિનંતી.
સ્ટાર હેલ્થ

સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ શા માટે પસંદ કરો છો?

હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.

બીજું કંઈક શોધી રહ્યાં છો?

શરૂ કરો

શ્રેષ્ઠની ખાતરી રાખો

તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.

Want more information
વધુ માહિતી જોઈએ છે?
Get Insured
શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?

આરોગ્ય સંજીવની પૉલિસી, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ

 

જો કે આપણે સ્વસ્થ અને સલામત રહેવાનું મહત્વ જાણીએ છીએ, તેમ છતાં આરોગ્ય વીમા પ્લાન ઘણીવાર આપણી પ્રાથમિકતા સૂચીમાં સૌથી નીચે હોય છે. આપણે વારંવાર આરોગ્ય વીમાના મહત્વને લગતા પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ. "શું તે તેનો ઉદ્દેશ્ય પૂર્ણ કરે છે?", "જો હું સ્વસ્થ છું તો મારે શા માટે તે મેળવવું જોઈએ?" "શું હું આ પ્રીમિયમ વધુ યોગ્ય હોય એવી વસ્તુઓ પર ખર્ચી શકું છું?". જ્યારે કે આ ખૂબ જ વાજિબ પ્રશ્નો છે, પરંતુ 2020 એ જો આપણને કંઈપણ શીખવ્યું હોય તો, તે એ છે કે અણધારીતા આપણા માટે અજાણ્યા ખૂણાઓમાં છુપાયેલી હોઈ શકે છે.

 

ચિકિત્સકીય સારવાર ખર્ચાળ હોય છે, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં, તેથી તમારા પોતાની માટે અને તમારા પરિવાર માટે આરોગ્ય વીમા કવરેજ ખરીદવું આવશ્યક છે. અને જેમ કે આપણે જાણીએ છીએ, હોસ્પિટલમાં દાખલ થવાથી તમારા બેંક ખાતા પર અસર થઇ શકે છે અને તમારા નાણા સમાપ્ત થઇ શકે છે. અમે ભલામણ કરીશું કે તમે તમારા પોતાની માટે અને તમારા પરિવાર માટે આરોગ્ય વીમા પૉલિસી મેળવો જેથી કરીને તમે કોઈપણ ચિકિત્સકીય કટોકટીના ખર્ચને સંભાળી શકો.

 

આરોગ્ય સંજીવની પૉલિસી એ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા રજૂ કરવામાં આવી છે. જેઓ પોષણક્ષમ ભાવે સંપૂર્ણ કવરેજ મેળવવા ઈચ્છે છે તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૉલિસીને વિકસાવવામાં આવી છે. જ્યારે ચિકિત્સકીય ખર્ચ દાયકાઓથી વધી રહ્યો છે અને વધતો રહેવાની અપેક્ષા છે, ત્યારે આરોગ્ય સંજીવની વીમા પૉલિસી ખરીદવાથી વીમાધારકને ચિકિત્સકીય કટોકટીની પરિસ્થિતિમાં આર્થિક રીતે સુરક્ષિત રહેવામાં મદદ મળી શકે છે.

 

આરોગ્ય સંજીવની પૉલિસી એક ક્ષતિપૂર્તિ-આધારિત આરોગ્ય વીમા પૉલિસી છે જે રૂ.10 લાખ સુધીનું કવરેજ વ્યક્તિગત અને ફ્લોટર આધારે ઓફર કરે છે જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ ખર્ચ, દિવસ સંભાળ (ડે કેર) સારવાર/ઉપચારો, કોવિડ-19 સારવાર, આયુષ (AYUSH) સારવાર અને અન્ય ઘણી બાબતો આવરી લે છે.

 

આરોગ્ય સંજીવની પૉલિસી તમને ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરવાની મંજૂરી આપે છે જે તમને પોતાને, તમારા જીવનસાથીને અને 3 મહિનાથી 25 વર્ષની વચ્ચેના આશ્રિત બાળકોને આવરી લેશે. વધુમાં, તમે આ પ્લાન માતા-પિતા અને સાસુ-સસરા માટે પણ ખરીદી શકો છો.

 

આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળના કવરેજમાં નીચે આપેલાનો સમાવેશ થાય છે:

 

  • ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન ખર્ચ
  • હોસ્પિટલમાં દાખલ થવા પહેલાનો અને પછીનો ખર્ચ
  • મોતિયાની સારવાર
  • આયુષ (AYUSH) સારવાર
  • દિવસ સંભાળ (ડે કેર) સારવાર
  • એમ્બ્યુલન્સ ખર્ચ
  • આધુનિક સારવાર
  • ICU/ ICCU ખર્ચ
  • કોવિડ-19 સારવાર કવર
  • ટેલિ મેડિસિન સેવા – ટોક ટુ સ્ટાર

આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીની ઉત્પાદ વિશેષતાઓ (પ્રોડક્ટ ફીચર્સ)

આ પૉલિસી કેવી રીતે ખરીદવી?

 

આરોગ્ય સંજીવની પૉલિસી ઓનલાઈન ખરીદવી ખૂબ જ સરળ છે:

 

પગલું 1: સ્ટાર હેલ્થ વેબસાઇટ અથવા મોબાઇલ એપની મુલાકાત લો અને આરોગ્ય સંજીવની પૉલિસી શોધો. તમારું નામ, મોબાઈલ ક્રમાંક અને ઈ-મેલ એડ્રેસ આપો. 

 

પગલું 2: કેટલીક મુખ્ય વિગતો દાખલ કરો, તમે કેટલા લોકો માટે પૉલિસી લેવા માંગો છો તેમની સંખ્યા (જો પરિવાર માટે ખરીદતા હોવ તો), જન્મ તારીખ, પૉલિસીની મુદ્દત.

 

પગલું 3: આ માહિતી શેર કરવા પર, તમને પસંદ કરેલ વીમાની રકમ પર તમારા પ્રીમિયમ પર અંતિમ ક્વોટ (ભાવ) મળશે અને તમે તે ચુકવણી કરીને આગળ વધી શકો છો. હવે, તમારી પાસે તમારા ઇનબોક્સમાં થોડીવારમાં જ પૉલિસી આવી જશે.

 

તમારી પૉલિસીને નવીકરણ (રિન્યુ) કરવી ખુબ સરળ છે. ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ ક્રમાંક (અથવા પૉલિસી વિગતો) વડે સાઇન ઇન કરો, તમારી વિગતોની પુષ્ટિ કરો અને ચુકવણી કરો. અને થઇ ગયું!

વારંવાર પૂછાતા પ્રશ્નો

Disclaimer:
Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment. 
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in