નવા પરિણીત જીવનસાથી, નવજાત બાળક અને/અથવા કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકને વધારાનું પ્રીમિયમ ચૂકવીને પૉલિસીમાં સામેલ કરી શકાય છે. પ્રતિક્ષા સમયગાળો નવા જોડાનારોઓના સમાવેશની તારીખથી લાગુ થશે.
પ્રવેશની ઉંમર
18 થી 40 વર્ષ વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પૉલિસીનો લાભ લઈ શકે છે. ફ્લોટર આધાર હેઠળ, 91 દિવસ અને 25 વર્ષની વચ્ચેના મહત્તમ ત્રણ આશ્રિત બાળકો આવરી લેવામાં આવે છે.
ખાસ છૂટ (ડિસ્કાઉન્ટ)
36 વર્ષની ઉંમર પહેલા પૉલિસી ખરીદવા પર અને 40 વર્ષની ઉંમર પછી તેને રિન્યૂ કરવા પર પ્રીમિયમ પર 10% ડિસ્કાઉન્ટ લાગુ પડે છે.
સ્ટાર સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ
સ્વસ્થ જીવનશૈલી પ્રવૃતિઓમાં સામેલ થવા માટે મેળવેલા વેલનેસ પોઈન્ટ્સનો ઉપયોગ પોલિસી નવીકરણ (રિન્યુઅલ)ના સમયે 2-10% સુધી છૂટ (ડિસ્કાઉન્ટ) મેળવવા માટે કરી શકાય છે.
રોડ ટ્રાફિક અકસ્માત માટે અતિરિક્ત મૂળભૂત વીમાની રકમ
જો મૂળભૂત વીમાની રકમ સમાપ્ત થઈ જાય, તો રોડ ટ્રાફિક અકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર, તેને 25% વધારવામાં આવી શકે છે જે મહત્તમ રૂ. 10,00,000/- સુધી હોઈ શકે છે.
હપ્તા વિકલ્પો
પૉલિસી પ્રીમિયમ ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તે વાર્ષિક, દ્વિવાર્ષિક (2 વર્ષમાં એકવાર) અને ત્રિવાર્ષિક (3 વર્ષમાં એકવાર) આધારે પણ ચૂકવી શકાય છે. આ સુવિધા માત્ર રૂ. 5 લાખ અને તેથી વધુની વીમાની રકમ માટે જ ઉપલબ્ધ રહેશે.
ચિકિત્સકીય તપાસ
આ પૉલિસીનો લાભ લેવા માટે પૂર્વ-ચિકિત્સકીય તપાસ ફરજિયાત નથી.
પૉલિસી પ્રકાર
આ પૉલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે મેળવી શકાય છે.
DETAILED LIST
શું સમાવિષ્ટ છે તે સમજો
મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ
ગોલ્ડ પ્લાન
સિલ્વર પ્લાન
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન
માંદગી, ઈજા કે અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે.
પ્રી-હોસ્પિટલાઇઝેશન
દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 60 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે.
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન
પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા મુજબ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 90 દિવસ સુધી પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચાઓ આવરી લેવામાં આવે છે
રૂમનું ભાડું
દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ રૂમ (સિંગલ પ્રાઇવેટ A/C રૂમ), બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને આવરી લેવામાં આવે છે.
રોડ એમ્બ્યુલન્સ
ખાનગી એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા વીમાધારક વ્યક્તિને હોસ્પિટલમાં અને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં સારી સારવાર માટે લઈ જવા માટે લાગતા એમ્બ્યુલન્સ શુલ્કને આવરી લેવામાં આવે છે.
દિવસ સંભાળ (ડે કેર) ઉપચાર
ચિકિત્સકીય સારવાર અને સર્જીકલ ઉપચાર કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેને આવરી લેવાય છે.
આધુનિક સારવાર
ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રા વિટ્રીલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચને પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી આવરી લેવામાં આવે છે.
રોડ ટ્રાફિક અકસ્માત (RTA) માટે અતિરિક્ત મૂળભૂત વીમા રકમ
જો મૂળભૂત વીમાની રકમ સમાપ્ત થઈ જાય, તો રોડ ટ્રાફિક અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ થવા માટે, તેને 25% વધારી શકાય છે જે વધીને મહત્તમ રૂ. 10,00,000/- થઇ શકે છે.
પૉલિસી સમયગાળા દરમિયાન વીમાની રકમના આંશિક અથવા સંપૂર્ણ ઉપયોગ પર, વીમાની 100% રકમ સમાન પૉલિસી સમયગાળામાં એકવાર પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરવામાં આવશે.
સંચિત બોનસ
દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે વીમાની રકમના 20% દરે સંચિત બોનસ આપવામાં આવે છે અને જે વધુમાં વધુ વીમાની રકમના 100% હોઈ શકે છે.
ઓનલાઇન છૂટ (ડિસ્કાઉન્ટ)
પ્રીમિયમ પર 5% ડિસ્કાઉન્ટ એ ઓનલાઈન મારફતે પ્રથમ વખત પૉલિસી ખરીદવા પર ઉપલબ્ધ છે.
ખાસ છૂટ (ડિસ્કાઉન્ટ)
36 વર્ષની ઉંમર પહેલા પૉલિસી ખરીદવા પર અને 40 વર્ષની ઉંમર પછી તેને રિન્યૂ કરવા પર પ્રીમિયમ પર 10% છૂટ (ડિસ્કાઉન્ટ) લાગુ પડે છે.
ઇ-ચિકિત્સકીય અભિપ્રાય
વીમાધારક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વિનંતી પર કંપનીની નિષ્ણાત પેનલ તરફથી ઇ-ચિકિત્સકીય અભિપ્રાય સુવિધા ઉપલબ્ધ છે.
આરોગ્ય તપાસ (હેલ્થ ચેક-અપ)
દાવા (ક્લેમ)ને ધ્યાનમાં લીધા વિના નેટવર્ક હૉસ્પિટલ્સમાં થતા આરોગ્ય તપાસના ખર્ચને નિર્દિષ્ટ સીમા સુધી આવરી લેવામાં આવે છે.
સ્ટાર સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ
વિવિધ સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા વીમેદાર વ્યક્તિની તંદુરસ્ત જીવનશૈલીને અભિપ્રેરિત તથા પ્રોત્સાહિત કરવા માટે બનાવેલ સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ. તદુપરાંત, કમાયેલા વેલનેસ બોનસ પોઈન્ટનો મહત્તમ 10% સુધી રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે.
આજીવન નવીકરણ (રિન્યુઅલ)
આ પૉલિસી આજીવન નવીકરણ (રિન્યુઅલ)નો વિકલ્પ પૂરો પાડે છે.
પ્રસૂતિ (ડિલિવરી) ખર્ચ
સિઝેરિયન સેક્શન સહિત પ્રસૂતિ (ડિલિવરી) ખર્ચ રૂ. 30,000/- પ્રતિ ડિલિવરી અને મહત્તમ બે ડિલિવરી સુધી આવરી લેવામાં આવે છે
હોસ્પિટલ રોકડ લાભ
હોસ્પિટલમાં દરેક પૂર્ણ દિવસ માટે રૂ. 1000/- નો રોકડ લાભ હોસ્પિટલમાં દાખલ થવા પર મહત્તમ 7 દિવસ સુધી અને પૉલિસી સમયગાળા દીઠ 14 દિવસ માટે પ્રદાન કરવામાં આવે છે.
પોલિસીની વિગતો અને નિયમો અને શરતોને જાણવા માટે પોલિસી દસ્તાવેજો જોવા વિનંતી.
આ પ્રોગ્રામ વિવિધ વેલનેસ પ્રવૃત્તિઓ દ્વારા ઇન્શ્યોર્ડ વ્યક્તિઓની તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પુરસ્કાર આપવાનો છે. નીચે દર્શાવેલ વેલનેસ પ્રવૃત્તિઓ ઇન્શ્યોર્ડ વ્યક્તિને વેલનેસ રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે, જેને કંપની દ્વારા ટ્રેક અને નિરીક્ષણ કરવામાં આવશે. વેલનેસ પ્રોગ્રામ હેઠળ ઇન્શ્યોર્ડ વ્યક્તિ(વ્યક્તિઓ) દ્વારા મેળવેલા વેલનેસ પોઈન્ટ્સનો ઉપયોગ પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરી શકાય છે. આ વેલનેસ પ્રોગ્રામ સ્ટાર વેલનેસ પ્લેટફોર્મ (ડિજિટલ પ્લેટફોર્મ) દ્વારા ઓનલાઈન સક્ષમ અને સંચાલિત છે.
નૉૅધ: નીચે આપેલા કોષ્ટકમાં ઉલ્લેખિત વેલનેસ એક્ટિવેટ (સીરીયલ નંબર 1 થી 5 સુધી) ફક્ત 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ માટે જ લાગુ પડે છે.
નીચેનું કોષ્ટક વેલનેસ પ્રોગ્રામ હેઠળ ઉપલબ્ધ રિન્યુઅલ પ્રીમિયમ પરનું ડિસ્કાઉન્ટ દર્શાવે છે:
મેળવેલા વેલનેસ પોઈન્ટ્સ
પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ
200 થી 350
2%
351 થી 600
5%
601 થી 750
7%
751 થી 1000
10%
*ફ્લોટર પોલિસીના કિસ્સામાં વેઇટેજ નીચેના કોષ્ટક અને નોંધાયેલા મુદ્દાઓ મુજબ આપવામાં આવે છે:
કુટુંબનું કદ
વેઇટેજ
વ્યક્તિ પોતે, જીવનસાથી
1:1
વ્યક્તિ પોતે, જીવનસાથી અને આશ્રિત બાળકો (18 વર્ષ સુધી)
1:1:0:0:0
વ્યક્તિ પોતે, જીવનસાથી અને આશ્રિત બાળકો (18 વર્ષથી વધુ ઉંમરના)
2:2:1:1:1
નોંધ: બે વર્ષની પોલિસીના કિસ્સામાં, બે વર્ષના સમયગાળામાં મેળવેલા વેલનેસ પોઈન્ટ્સની કુલ સંખ્યાને બે વડે વિભાજિત કરવામાં આવશે.
ઇન્શ્યોર્ડ વ્યક્તિને લોગ-ઇન સુવિધા આપવામાં આવશે, જે તેની પોલિસી સાથે લિંક કરવામાં આવશે.
*પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટની ગણતરી, વેઇટેજ અને બે વર્ષની પોલિસીના કિસ્સામાં ગણતરી સમજવા માટે અહીં આપેલી સમજૂતીઓનો સંદર્ભ લેવા વિનંતી.
વેલનેસ સેવાઓ અને પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવી છે:
ક્રમ નં.
પ્રવૃત્તિ
વેલનેસ પોઈન્ટ્સની મહત્તમ સંખ્યા જે દરેક પોલિસી હેઠળ પોલિસી વર્ષમાં મેળવી શકાય છે
1.
હેલ્થ મેનેજ કરો અને ટ્રૅક કરો
a) ઓનલાઈન હેલ્થ રિસ્ક એસેસમેન્ટ (HRA)
50
b) પ્રિવેન્ટિવ રિસ્ક એસેસમેન્ટ
200
2.
વેલનેસ માટે લગાવ
a) વોકાથોન, મેરેથોન, સાયક્લોથોન અને એના જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો
100
b) હેલ્થ ક્લબમાં સભ્યપદ (1 વર્ષ કે તેથી વધુ માટે)
100
3.
સક્રિય રહો- જો ઇન્શ્યોર્ડ સભ્ય મોબાઈલ એપ પર સ્ટેપ કાઉન્ટ ટાર્ગેટ હાંસલ કરે છે
200
4(a).
વેઇટ મેનેજમેન્ટ પ્રોગ્રામ (ઓવરવેઇટ / મેદસ્વી હોય તેવી ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે)
100
4(b).
સ્ટાર વેલનેસ પ્રોગ્રામ અપનાવીને ઇન્શ્યોર્ડ ફિટનેસ સક્સેસ સ્ટોરી શેર કરવી (વધારે વજન / મેદસ્વી નથી તેવી ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે)
50
5(a).
ક્રોનિક કન્ડિશન મેનેજમેન્ટ પ્રોગ્રામ (એ ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે કે જેઓ દીર્ઘકાલીન સ્થિતિ/ઓ - ડાયાબિટીસ, હાયપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અથવા અસ્થમાથી પીડિત છે)
250
5(b).
ડી-સ્ટ્રેસ અને માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામ પૂર્ણ થવા પર (એ ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે કે જેઓ દીર્ઘકાલીન સ્થિતિ/ઓ - ડાયાબિટીસ, હાયપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અથવા અસ્થમાથી પીડિત નથી)
125
વધારાની વેલનેસ સેવાઓ
6.
વર્ચ્યુઅલ કન્સલ્ટેશન સર્વિસ
7.
મેડિકલ કન્સર્જ સર્વિસ
8.
પીરિયડ અને ફર્ટિલિટી ટ્રેકર
9.
ડિજિટલ હેલ્થ વૉલ્ટ
10.
વેલનેસ કન્ટેન્ટ
11.
હેલ્થ ક્વિઝ અને ગેમિફિકેશન
12.
પોસ્ટ-ઓપરેટિવ કેર
13.
નેટવર્ક પ્રોવાઇડર્સ તરફથી ડિસ્કાઉન્ટ
1. હેલ્થ મેનેજ કરો અને ટ્રૅક કરો:
(a) હેલ્થ રિસ્ક એસેસમેન્ટ (HRA) ની પૂર્ણતા:
હેલ્થ રિસ્ક એસેસમેન્ટ (HRA) પ્રશ્નાવલી એ ઇન્શ્યોર્ડ વ્યક્તિના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તાના મૂલ્યાંકન માટેનું એક ઓનલાઈન સાધન છે. તે ઇન્શ્યોર્ડને તેની/તેણીની વ્યક્તિગત જીવનશૈલીનું આત્મનિરીક્ષણ કરવામાં મદદ કરે છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિ www.starhealth.in વેબસાઇટ પર તેના/તેણીના એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકે છે અને HRA પ્રશ્નાવલી પૂર્ણ કરી શકે છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિ એક પૉલિસી વર્ષ દરમિયાન એકવાર આ એસેસમેન્ટ કરી શકે છે. ઓનલાઈન HRA પ્રશ્નાવલી પૂર્ણ કરવા બદલ, ઇન્શ્યોર્ડ વ્યક્તિને 50 વેલનેસ પોઈન્ટ્સ મળે છે.
નોંધ:HRA હેઠળ ઉલ્લેખિત વેલનેસ પોઈન્ટ્સ મેળવવા માટે, ઇન્શ્યોર્ડ વ્યક્તિએ HRA પ્રવૃત્તિ શરૂ કર્યાના એક મહિનાની અંદર સમગ્ર HRA પૂર્ણ કરવું પડશે.
(b) નિવારક જોખમ મૂલ્યાંકન:
ઇન્શ્યોર્ડ વ્યક્તિ પોલિસી વર્ષ દરમિયાન ડાયગ્નોસ્ટિક/પ્રિવેન્ટીવ ટેસ્ટમાંથી પસાર કરીને પણ વેલનેસ પોઈન્ટ મેળવી શકે છે. આ ટેસ્ટમાં નીચે દર્શાવેલ ચાર ફરજિયાત ટેસ્ટનો સમાવેશ થવો જોઈએ. ઇન્શ્યોર્ડ વ્યક્તિ આ ટેસ્ટ ઇન્શ્યોર્ડ વ્યક્તિના પોતાના ખર્ચે કોઈપણ નિદાન કેન્દ્રમાં કરાવી શકે છે.
જો સબમિટ કરેલ ટેસ્ટ રીપોર્ટના તમામ પરિણામો સામાન્ય શ્રેણીની અંદર હોય, તો ઇન્શ્યોર્ડ વ્યક્તિ 200 વેલનેસ પોઈન્ટ મેળવે છે.
જો કોઈપણ એક ટેસ્ટનું પરિણામ લેબ રિપોર્ટમાં ઉલ્લેખિત સામાન્ય શ્રેણીમાં ન હોય તો,ઇન્શ્યોર્ડ વ્યક્તિને 150 વેલનેસ પોઈન્ટ મળે છે.
જો બે અથવા વધુ ટેસ્ટ રીઝલ્ટ સામાન્ય શ્રેણીમાં ન હોય, તો ઇન્શ્યોર્ડ વ્યક્તિ માત્ર 100 વેલનેસ પોઈન્ટ કમાય છે.
પ્રિવેન્ટિવ રિસ્ક એસેસમેન્ટ હેઠળ ફરજિયાત ટેસ્ટની સૂચિ
નોંધ:આ ટેસ્ટોના રીપોર્ટ એકસાથે અને આવા હેલ્થ ચેક-અપ કરાવ્યાની તારીખથી 30 દિવસની અંદર સબમિટ કરવા જોઈએ.
2. વેલનેસ પ્રત્યે લગાવ:
નીચે આપેલ કોઈપણ ફિટનેસ અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ઇન્શ્યોર્ડ વેલનેસ પોઈન્ટ્સ મેળવે છે. ફિટનેસ પહેલ અને વેલનેસ પોઈન્ટ્સની યાદી:
પહેલ
વેલનેસ પોઈન્ટ્સ
a.
વોકાથોન, મેરેથોન, સાયક્લોથોન અને સમાન પ્રવૃત્તિઓમાં ભાગ લેવો
100
- ઇવેન્ટમાં ભાગ લેનારી 100 વ્યક્તિ લીધેલી એન્ટ્રી ટિકિટની વિગતો સાથે BIB નંબર સબમિટ કરે ત્યારે.
b.
હેલ્થ ક્લબમાં સભ્યપદ (1 વર્ષ કે તેથી વધુ માટે) - જિમ / યોગા સેન્ટર / ઝુમ્બા ક્લાસીસ / એરોબિક એક્સરસાઇઝ / સ્પોર્ટ્સ ક્લબ / પિલેટ્સ ક્લાસીસ / સ્વિમિંગ / તાઈ ચી / માર્શલ આર્ટ્સ / જિમ્નેસ્ટિક્સ / ડાન્સ ક્લાસ
100
નોંધ:
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિ કોઈપણ હેલ્થ ક્લબનો સભ્ય ન હોય તો, તેણે પોલિસીના જોખમની શરૂઆતની તારીખથી 3 મહિનાની અંદર ક્લબમાં જોડાવું જોઈએ. ઇન્શ્યોર્ડ વ્યક્તિએ હેલ્થ ક્લબ મેમ્બરશિપ સબમિટ કરવી જોઈએ.
3.સક્રિય રહો:
નીચે દર્શાવેલ સ્ટાર મોબાઇલ એપ્લિકેશન પર સ્ટેપ કાઉન્ટ ટાર્ગેટ હાંસલ કરવા પર ઇન્શ્યોર્ડ વેલનેસ પોઈન્ટ કમાય છે:
પૉલિસી વર્ષમાં દરરોજ સ્ટેપની સરેરાશ સંખ્યા
વેલનેસ પોઈન્ટ્સ
જો પોલિસી વર્ષમાં દરરોજ સ્ટેપની સરેરાશ સંખ્યા - 5000 અને 7999 ની વચ્ચે હોય
100
જો પોલિસી વર્ષમાં રોજના સ્ટેપની સરેરાશ સંખ્યા - 8000 અને 9999 ની વચ્ચે હોય
150
જો પોલિસી વર્ષમાં રોજના સ્ટેપની સરેરાશ સંખ્યા - 10000 અને તેથી વધુ હોય
200
નોંધ:
દરેક પોલિસી વર્ષમાં પ્રથમ મહિનો અને છેલ્લો મહિનો સક્રિય રહો હેઠળના દરરોજના સ્ટેપની સરેરાશ સંખ્યાની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
આ લાભ મેળવવા માટે પોલિસી જોખમ શરૂ થવાની તારીખના 30 દિવસની અંદર મોબાઇલ એપ ડાઉનલોડ કરવી આવશ્યક છે
ઇન્શ્યોર્ડ સભ્ય દ્વારા પૂર્ણ કરેલ સરેરાશ સ્ટેપની ગણતરી સ્ટાર વેલનેસ મોબાઇલ એપ્લિકેશન પર ટ્રેક કરવામાં આવશે.
4. (a) વેઇટ મેનેજમેન્ટ પ્રોગ્રામ:
આ કાર્યક્રમ વધુ વજન અને સ્થૂળતા ધરાવતા ઇન્શ્યોર્ડ વ્યક્તિઓને તેમના બોડી માસ ઈન્ડેક્સ (BMI)નું સંચાલન કરવા માટે પેનલમાં સમાવિષ્ટ વેલનેસ નિષ્ણાતો દ્વારા મદદ કરશે જેઓ ઇન્શ્યોર્ડ વ્યક્તિને વધારાનું વજન ઘટાડવા અને તેમના BMI જાળવવામાં માર્ગદર્શન આપશે
વેઇટ મેનેજમેન્ટ પ્રોગ્રામની સ્વીકૃતિ પર,ઇન્શ્યોર્ડ 50 વેલનેસ પોઈન્ટ કમાય છે.
જો પરિણામો હાંસલ કરવામાં આવે અને નીચે જણાવેલ પ્રમાણે જાળવી રાખવામાં આવે તો વધારાના 50 વેલનેસ પોઈન્ટ આપવામાં આવશે.
ક્રમ નં.
બીમારીનું નામ
સબમિટ કરવાના મૂલ્યો
વેલનેસ પોઈન્ટ્સ મેળવવા માટેના માપદંડ
1.
સ્થૂળતા (જો BMI 29 થી ઉપર હોય તો)
ઊંચાઈ અને વજન (BMI ની ગણતરી કરવા માટે)
18 અને 29 ની વચ્ચે BMI પ્રાપ્ત કરવું અને જાળવી રાખવું
2.
વધારે વજન (જો BMI 25 અને 29 ની વચ્ચે હોય)
ઊંચાઈ અને વજન (BMI ની ગણતરી કરવા માટે)
BMI બે પોઈન્ટ ઘટાડવું અને પોલિસી વર્ષમાં એટલું જ BMI જાળવી રાખવું
- મૂલ્યો (BMI માટે) દર 2 મહિને સબમિટ કરવામાં આવશે (દરેક પોલિસી વર્ષમાં વધુમાં વધુ 5 વખત)
(b) જો ઇન્શ્યોર્ડ વ્યક્તિનું વજન વધારે/સ્થૂળ ન હોય તો, ઇન્શ્યોર્ડ વ્યક્તિ તેની/તેણીની એ ફિટનેસ સક્સેસ સ્ટોરી અમારી સાથે સબમિટ કરી શકે છે કે સ્ટાર વેલનેસ એક્ટિવિટીઝ અપનાવીને ઇન્શ્યોર્ડ વ્યક્તિએ કેવી રીતે તેની/તેણીની "સક્રિય/સ્વસ્થ જીવન શૈલી" શરૂ કરી/સુધારી/જાળવી રાખી.સ્ટાર વેલનેસ એક્ટિવિટીઝ અપનાવીને ફિટનેસ સક્સેસ સ્ટોરી સબમિટ કરવામાં આવે ત્યારે, ઇન્શ્યોર્ડ વ્યક્તિને 50વેલનેસ પોઈન્ટ મળે છે.
5. (a). ક્રોનિક કન્ડિશન મેનેજમેન્ટ પ્રોગ્રામ:
આ પ્રોગ્રામ ડાયાબિટીસ, હાયપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અથવા અસ્થમાથી પીડિત હોય તેવી ઇન્શ્યોર્ડ વ્યક્તિને મદદ કરશે. તેમના આરોગ્ય પર નજર રાખવા માટે પેનલમાં સમાવિષ્ટ વેલનેસ નિષ્ણાતો, ઇન્શ્યોર્ડ વ્યક્તિને આરોગ્યની સ્થિતિ જાળવવા/સુધારવા માટે માર્ગદર્શન આપશે.
ક્રોનિક કન્ડિશન મેનેજમેન્ટ પ્રોગ્રામની સ્વીકૃતિ કરવા બદલ, ઇન્શ્યોર્ડ વ્યક્તિ 100 વેલનેસ પોઈન્ટ મેળવે છે
ઇન્શ્યોર્ડે વ્યક્તિએ પોલિસી વર્ષમાં દર 3 મહિને વધુમાં વધુ 3 વખત ટેસ્ટ પરિણામ મૂલ્યો સબમિટ કરવાના હોય છે
જો ટેસ્ટ પરિણામ મૂલ્યો નીચે આપેલા મૂલ્યોની +/- 10% શ્રેણીની અંદર હોય, તો પોલિસી વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત માટે, વધારાના 150 વેલનેસ પોઈન્ટ આપવામાં આવશે.
ડાયાબિટીસ (ઇન્શ્યોર્ડ HbA1c ટેસ્ટ મૂલ્ય (અથવા) ફાસ્ટિંગ બ્લડ સુગર (FBS) શ્રેણી અને પોસ્ટપ્રાન્ડિયલ ટેસ્ટ મૂલ્ય સબમિટ કરી શકે છે)
HbA1c
≤ 6.5
ફાસ્ટિંગ બ્લડ સુગર (FBS) રેન્જ અને પોસ્ટપ્રાન્ડિયલ ટેસ્ટ મૂલ્ય
160 mg/dl ની નીચે 100 થી 125 mg/dl
2.
હાયપરટેન્શન
BP ઉપકરણ દ્વારા માપવામાં આવે છે
સિસ્ટોલિક રેન્જ - 110 થી 140 mmHg ડાયસ્ટોલિક રેન્જ - 70 થી 90 mmHg
3.
કાર્ડિયોવાસ્ક્યુલર રોગ
LDL કોલેસ્ટ્રોલ અને કુલ કોલેસ્ટ્રોલ / HDL કોલેસ્ટ્રોલ રેશિયો
100 થી 159 mg/dl ≤ 4.0
4.
અસ્થમા
PFT (પલ્મોનરી ફંક્શન ટેસ્ટ)
FEV1(PFC) 75% કે તેથી વધુ છેFEV1/ FVC70% અથવા વધુ છે
(b). જો ઇન્શ્યોર્ડ વ્યક્તિ દીર્ઘકાલીન સ્થિતિ (ડાયાબિટીસ, હાયપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અથવા અસ્થમા) થી પીડિત ન હોય તો તે/તેણી "ડી-સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામ"ની પસંદગી કરી શકે છે. આ પ્રોગ્રામ ઇન્શ્યોર્ડ વ્યક્તિને આંતરિક (સ્વ-નિર્મિત) અને બાહ્ય પરિબળોને કારણે થતા તણાવને ઘટાડવામાં મદદ કરે છે અને તણાવને હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
ડી-સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામની સ્વીકૃતિ કરવામાં આવે ત્યારે ઇન્શ્યોર્ડ વ્યક્તિને 50વેલનેસ પોઈન્ટ મળે છે.
ડી-સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામ પૂર્ણ થવા પર ઇન્શ્યોર્ડ વ્યક્તિ વધારાના 75વેલનેસ પોઈન્ટ પ્રાપ્ત કરે છે
નોંધ: આ 10 અઠવાડિયાનો પ્રોગ્રામ છે જે ઇન્શ્યોર્ડ વ્યક્તિએ કોઈપણ વિરામ વિના પૂર્ણ કરવાનો રહે છે.
6. વર્ચ્યુઅલ કન્સલ્ટેશન સર્વિસ:
'મેડિકલ કન્સલ્ટેશન' એ અમારા ઇન-હાઉસ મેડિકલ પ્રેક્ટિશનર્સ/એમ્પેનલ્ડ સર્વિસ પ્રોવાઇડર્સ મારફતે ઇન્શ્યોઅર્ડ વ્યક્તિને ઓનલાઇન પોર્ટલ, ચેટ સર્વિસ તરીકે મોબાઇલ એપ્લિકેશન, વોઇસ કોલ અથવા કોલ બેક સર્વિસ મારફતે ચોવીસ કલાક ઉપલબ્ધ છે. 'ડાયેટ એન્ડ ન્યૂટ્રિશન' અને 'સેકન્ડ મેડિકલ ઓપિનિયન' સહિતની પરામર્શ ઉપલબ્ધ છે.
7. મેડિકલ કન્સર્જ સર્વિસ:
નીચેની સેવાઓનો લાભ લેવા માટે ઇન્શ્યોર્ડ વ્યક્તિ સ્ટાર હેલ્થનો પણ સંપર્ક કરી શકે છે:
ઇમરજન્સી સહાયની માહિતી જેમ કે નજીકની એમ્બ્યુલન્સ/હોસ્પિટલ/બ્લડ બેંક વગેરે.
8.પીરિયડ અને ફર્ટિલિટી ટ્રેકર:
ઓનલાઈન સરળ ટ્રેકિંગ પ્રોગ્રામ દરેક મહિલાને તેમના પીરિયડ હેલ્થ અને ફર્ટિલિટી કેર માટે મદદ કરે છે. આ પ્રોગ્રામ પીરિયડ અને ઓવ્યુલેશન માટે ટ્રેકર્સને એક્સેસ આપે છે જે માસિક ચક્રને મેપ કરે છે. આ ગર્ભધારણ નિવારણ માટે આયોજન કરવામાં મદદ કરે છે અને જો સગર્ભાવસ્થાનું આયોજન કરી રહ્યા હોય તો પીક ઓવ્યુલેશનને ટ્રેક કરવામાં મદદ કરે છે.
9. ડિજિટલ હેલ્થ વૉલ્ટ:
વિશ્વસનીય પ્રાપ્તકર્તાઓ સાથે હેલ્થ ડેટા સંગ્રહ/ઍક્સેસ કરવા અને શેર કરવા માટે ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે સુરક્ષિત પર્સનલ હેલ્થ રેકોર્ડ સિસ્ટમ. આ પોર્ટલનો ઉપયોગ કરીને, ઇન્શ્યોર્ડ વ્યક્તિ તેમના આરોગ્ય દસ્તાવેજો (પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટ્સ, ડિસ્ચાર્જ સમરી વગેરે) સંગ્રહિત કરી શકે છે, કુટુંબના સભ્યોને ઉમેરીને હેલ્થ ડેટા ટ્રૅક કરી શકે છે.
10.વેલનેસ કન્ટેન્ટ:
વેલનેસ પોર્ટલ આરોગ્યને લગતા લેખો, બ્લોગ્સ, ટીપ્સ અને અન્ય હેલ્થ અને વેલનેસ કન્ટેન્ટનો સમૃદ્ધ સંગ્રહ પ્રદાન કરે છે. કન્ટેન્ટ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા લખવામાં આવી છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિને આરોગ્યના વિવિધ પાસાઓ વિશે શીખવા અને હકારાત્મક સ્વાસ્થ્ય ફેરફારોને સામેલ કરવા માટે એક જ અને વિશ્વસનીય સ્ત્રોત તરફથી લાભ મળશે.
11. હેલ્થ ક્વિઝ અને ગેમિફિકેશન:
વેલનેસ પોર્ટલ હેલ્થ અને વેલનેસ ક્વિઝ હોસ્ટ કરે છે. વેલનેસ ક્વિઝ ઇન્શ્યોર્ડ વ્યક્તિને વિવિધ સ્વાસ્થ્ય પસંદગીઓ વિશે વધુ જાગૃત રહેવા માટે મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
ગેમિફિકેશન મનોરંજક અને આકર્ષક હેલ્થ એન્ડ વેલનેસ વેલનેસ અનુભવોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તે યુઝર્સમાં કંઈક પ્રાપ્ત કરવાની ભાવના કેળવવામાં મદદ કરે છે અને પ્રેરણાના સ્તરમાં વધારો કરે છે.
12. પોસ્ટ ઓપરેટિવ કેર:
પોસ્ટ ઓપરેટિવ કેર તેમના મેડિકલ પ્રશ્નોના નિરાકરણ માટે ફોલો-અપ ફોન કોલ્સ (મુખ્યત્વે સર્જિકલ કેસ માટે) દ્વારા કરવામાં આવે છે.
13. નેટવર્ક પ્રોવાઇડર તરફથી ડિસ્કાઉન્ટ:
ઇન્શ્યોર્ડ વ્યક્તિ અમારા ` નેટવર્ક પ્રોવાઇડરો દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે જે અમારી વેબસાઇટમાં પ્રદર્શિત થશે.
વેલનેસ પ્રવૃત્તિ હેઠળ નિયમો અને શરતો
આ અંગે ઇન્શ્યોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવેલ કોઈપણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે
વેલનેસ રિવોર્ડ પોઈન્ટ સામે કોઈ રોકડ રિડેમ્પશન નહીં હોય.
ઇન્શ્યોર્ડે વ્યક્તિએ આવી પ્રવૃત્તિ/ટેસ્ટ હાથ ધર્યાના 1 મહિનાની અંદર વિવિધ વેલનેસ પ્રવૃત્તિઓ માટે સંબંધિત દસ્તાવેજો, રીપોર્ટ, રસીદો વગેરેને સૂચિત કરવા અને સબમિટ કરવા જોઈએ.
દરેક પોલિસી વર્ષના છેલ્લા મહિનામાં કોઈપણ પ્રવૃત્તિ, રીપોર્ટ, દસ્તાવેજ, રસીદ સબમિટ કરી શકાતી નથી.
સૂચિબદ્ધ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે, સ્ટાર હેલ્થ માત્ર એક સુવિધા આપનાર તરીકે કામ કરે છે; તેથી કોઈપણ વધારાના ખર્ચ અથવા સેવાઓ માટે જવાબદાર રહેશે નહીં.
તમામ મેડિકલ સેવાઓ સૂચિબદ્ધ હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અમે એમ્પેનલમેન્ટ પહેલાં સંપૂર્ણ યોગ્ય રીતે કાર્ય કરશે કે નહીં એ વિષેની ખાતરી કરીએ છીએ. જો કે ઇન્શ્યોર્ડ વ્યક્તિએ મેડિકલ સલાહ/સેવાઓનો લાભ લેતા પહેલા તેના/તેણીના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ સલાહ/સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય ફક્ત ઇન્શ્યોર્ડ વ્યક્તિની વિવેકબુદ્ધિ પર છે.
સ્ટાર હેલ્થ, તેની ગ્રૂપ એન્ટિટીઓ અથવા આનુષંગિકો, તેમના સંબંધિત ડિરેક્ટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટો, વિક્રેતાઓ દ્વારા કોઈપણ ક્રિયાઓ, દાવાઓ, માંગણીઓ, નુકસાન, ચાર્જિસ અને ખર્ચ માટે જવાબદાર નથી જેનો કોઈ સભ્ય એવો દાવો કરે કે વેલનેસ પ્રોગ્રામના કારણે અને/અથવા એના દ્વારા ભોગવવું પડ્યું.
ઓફર કરવામાં આવતી સેવાઓ IRDA દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકાને આધીન છે.
લાભોની સમજૂતી:
ચાલો જોઈએ કે કેવી રીતે ઇન્શ્યોર્ડ વ્યક્તિ “સ્ટાર વેલનેસ પ્રોગ્રામ” દ્વારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
દૃશ્ય - 1
24 વર્ષીય વ્યક્તિ રમેશ 15મી જુલાઈ, 2019 ના રોજ 25 લાખની ઇન્શ્યુઅરન્સવાળી રકમ સાથે યંગ સ્ટાર ઇન્શ્યુઅરન્સ પૉલિસી ખરીદે છે, ચાલો સમજીએ કે તે વિવિધ વેલનેસ પ્રવૃત્તિઓ કરીને વેલનેસ પોઈન્ટ્સ કેવી રીતે કમાઈ શકે છે. રમેશે જાહેર કર્યું છે કે તેનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 25 છે. રમેશે સ્ટાર વેલનેસ પ્રોગ્રામ હેઠળ નોંધણી કરી અને નીચેની વેલનેસ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી.
ક્રમ નં
પોલિસી વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વેલનેસ પ્રવૃત્તિનું નામ
પોલિસી વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 10,000 સ્ટેપ હાંસલ કર્યા
200
6
રમેશે વેઈટ મેનેજમેન્ટ પ્રોગ્રામ સ્વીકાર્યો અને 23 BMI સુધી પહોંચ્યો
100
7
રમેશે ડી-સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે
125
મેળવેલ વેલનેસ પોઈન્ટ્સની કુલ સંખ્યા
825
મેળવેલા વેલનેસ પોઈન્ટ્સની સંખ્યાના આધારે રમેશ રિન્યુઅલ પ્રીમિયમ પર 10% ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર છે.
લાભોની સમજૂતી:
ચાલો જોઈએ કે કેવી રીતે ઇન્શ્યોર્ડ વ્યક્તિ “સ્ટાર વેલનેસ પ્રોગ્રામ” દ્વારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
દૃશ્ય - 2
26 વર્ષનો વ્યક્તિ સુરેશ અને તેની પત્ની લક્ષ્મી 25 વર્ષની વયના 10મી જુલાઈ, 2019 ના રોજ 50 લાખની ઇન્શ્યુઅરન્સની રકમ સાથે યંગ સ્ટાર ઇન્શ્યુઅરન્સ પૉલિસી (ફ્લોટર સમ ઇન્શ્યોરન્સ) ખરીદે છે, ચાલો સમજીએ કે તેઓ ફ્લોટર પૉલિસી હેઠળ વેલનેસ પૉઇન્ટ્સ કેવી રીતે મેળવી શકે છે. સુરેશે તેનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 26 જાહેર કર્યો છે અને લક્ષ્મીએ તેનો BMI 25 જાહેર કર્યો છે. સુરેશ અને લક્ષ્મીએ સ્ટાર વેલનેસ પ્રોગ્રામ હેઠળ નોંધણી કરી અને નીચેની વેલનેસ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી.
ક્રમ નં
પોલિસી વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વેલનેસ પ્રવૃત્તિનું નામ
સુરેશ દ્વારા મેળવેલ વેલનેસ પોઈન્ટ્સ
લક્ષ્મી દ્વારા મેળવેલ વેલનેસ પોઈન્ટ્સ
1
ઓનલાઈન હેલ્થ રિસ્ક એસેસમેન્ટ (HRA) પૂર્ણ કર્યું
50
50
2
સબમિટ કરેલ હેલ્થ ચેક-અપ રિપોર્ટ
200
200
3
મેરેથોનમાં ભાગ લીધો
100
0
4
એરોબિક કસરતમાં હાજરી આપી
100
100
5
સ્ટેપ કાઉન્ટ લક્ષ્ય હાંસલ કરવા બદલ
200
150
6
સુરેશે વેઈટ મેનેજમેન્ટ પ્રોગ્રામ સ્વીકાર્યો અને 24 BMI સુધી પહોંચ્યો લક્ષ્મીએ વેઈટ મેનેજમેન્ટ પ્રોગ્રામ સ્વીકાર્યો અને 23 BMI સુધી પહોંચી
100
100
7
સુરેશ અને લક્ષ્મીએ ડિ-સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે
125
125
મેળવેલ વેલનેસ પોઈન્ટ્સની કુલ સંખ્યા
875
825
વજનના આધારે વેલનેસ પોઈન્ટ્સની સંખ્યા - 1:1
437
(875X1/2)
412
(825X1/2)
સુરેશ અને લક્ષ્મીએ મેળવેલા વેલનેસ પોઈન્ટ્સની કુલ સંખ્યા = 849 (437+412)
મેળવેલ વેલનેસ પોઈન્ટ્સની સંખ્યાના આધારે, સુરેશ અને લક્ષ્મી રિન્યુઅલ પ્રીમિયમ પર 10% ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર છે
લાભોની સમજૂતી:
ચાલો જોઈએ કે કેવી રીતે ઇન્શ્યોર્ડ વ્યક્તિ “સ્ટાર વેલનેસ પ્રોગ્રામ” દ્વારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
દૃશ્ય –3
એક 35 વર્ષનો વ્યક્તિ ઉમેશ 1 કરોડની ઇન્શ્યુઅરન્સ રકમ સાથે બે વર્ષના સમયગાળા માટે યંગ સ્ટાર ઇન્શ્યુઅરન્સ પૉલિસી ખરીદે છે, ચાલો સમજીએ કે તે વિવિધ વેલનેસ પ્રવૃત્તિઓ કરીને વેલનેસ પોઈન્ટ્સ કેવી રીતે કમાઈ શકે છે. તે હાઈપરટેન્શનથી પીડિત છે. ઉમેશે સ્ટાર વેલનેસ પ્રોગ્રામ હેઠળ નોંધણી કરી અને નીચેની વેલનેસ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી.
ક્રમ નં
પોલિસી વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વેલનેસ પ્રવૃત્તિનું નામ
પ્રથમ વર્ષમાં મેળવેલ વેલનેસ પોઈન્ટ્સ
બીજા વર્ષમાં મેળવેલ વેલનેસ પોઈન્ટ્સ
1
ઓનલાઈન હેલ્થ રિસ્ક એસેસમેન્ટ (HRA) પૂર્ણ કર્યું
50
50
2
સબમિટ કરેલ હેલ્થ ચેક-અપ રિપોર્ટ
200
200
3
વોકાથોનમાં ભાગ લીધો હતો
100
100
4
યોગના વર્ગોમાં હાજરી આપી
100
100
5
પોલિસી વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 10,000 સ્ટેપ હાંસલ કર્યા
200
200
6
તેની ફિટનેસ સક્સેસ સ્ટોરી સબમિટ કરી
50
50
7
ડી-સ્ટ્રેસ એન્ડ માઇન્ડ બોડી હીલિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યો
125
125
મેળવેલ વેલનેસ પોઈન્ટ્સની કુલ સંખ્યા
950
850
ઉમેશે મેળવેલા વેલનેસ પોઈન્ટ્સની કુલ સંખ્યા = 1800 (950+850)
બે વર્ષની પોલિસી શરત મુજબ વેલનેસ પોઈન્ટ્સની ગણતરી = 900 (500+388)
મેળવેલ વેલનેસ પોઈન્ટ્સની સંખ્યાના આધારે, ઉમેશ રિન્યુઅલ પ્રીમિયમ પર 10% ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર છે
વેઇટિંગ પીરિયડ
1. પહેલેથી હોય તેવા રોગો માટે - 12 મહિના
2. ચોક્કસ રોગો/પ્રક્રિયાઓ માટે - 12 મહિના
3. શરૂઆતનો વેઇટિંગ પીરિયડ - 30 દિવસ (અકસ્માત સિવાય)
આધુનિક સારવારો
આધુનિક સારવારો માટેના કવરેજ માટે અહીં ક્લિક કરવા વિનંતી.
પ્રીમિયમ સમજૂતી
ઇન્ડિવિજ્યુઅલ અને ફ્લોટર આધાર માટે લાભ/પ્રીમિયમની સમજૂતી માટે અહીં ક્લિક કરવા વિનંતી.
ફ્રી લુક પીરિયડ
પૉલિસીની શરૂઆતના સમયે, ઇન્શ્યોર્ડ વ્યક્તિને પૉલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરવા અને સ્વીકાર્ય ન હોય તો પૉલિસી પરત કરવા માટે પૉલિસી પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસનો સમયગાળો આપવામાં આવશે. આવા કિસ્સામાં, પ્રીમિયમ રિફંડ નીચે મુજબ રહેશે:
જો ફ્રી લુક પીરિયડ દરમિયાન ઇન્શ્યોર્ડ વ્યક્તિએ કોઈ દાવો કર્યો નથી, તો ઇન્શ્યોર્ડ વ્યક્તિ આના હકદાર હશે -
1. પ્રીમિયમનું રિફંડ ઇન્શ્યુઅરન્સ કંપની દ્વારા ઇન્શ્યોર્ડ વ્યક્તિઓની મેડિકલ તપાસ અને સ્ટેમ્પ ડ્યુટી શુલ્ક બાદ કર્યા પછી અથવા
2. જ્યાં જોખમ પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને પોલિસી ધારક દ્વારા પોલિસી પરત કરવાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે, કવર પરના સમયગાળા માટે પ્રમાણસર જોખમ પ્રીમિયમ પર કપાત અથવા
3. જ્યાં ઇન્શ્યુઅરન્સ કવરેજનો માત્ર એક ભાગ જ શરૂ થયો હોય, ત્યાં આવા સમયગાળા દરમિયાન ઇન્શ્યુઅરન્સ કવરેજને અનુરૂપ પ્રમાણસર પ્રીમિયમ.
રીન્યૂઅલ સમયે ફ્રી લુક પીરિયડ લાગુ થશે નહીં
સ્ટાર હેલ્થ
સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ શા માટે પસંદ કરો છો?
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
વેલનેસ કાર્યક્રમ
અમારા વેલનેસ પ્રોગ્રામમાં ભાગ લો અને તંદુરસ્ત રહેવા બદલ પુરસ્કારો મેળવો. રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે એ પુરસ્કારો રિડીમ કરો.
નિદાન કેન્દ્રો
ભારતભરના 1,635 નિદાન કેન્દ્રોમાંથી કોઈપણ જગ્યાએ સારવાર પ્રાપ્ત કરો., જેમાં ઘરઆંગણેથી લેબના નમૂના લેવામાં આવશે અને ઘરઆંગણે આરોગ્ય તપાસણી કરવામાં આવશે.
ઈ -ફાર્મસી
ડિસ્કાઉન્ટ ભાવે દવાઓ ઓનલાઈન મંગાવો. હોમ ડિલિવરી અને સ્ટોર પિક-અપ્સ 2780 શહેરોમાં ઉપલબ્ધ છે.
24*7 કસ્ટમર સર્વિસ
ક્લેઈમ ઇન્ટિમેશન, ટેલિહેલ્થ સેવાઓ અને તમારા પ્રશ્નો દૂર કરવા માટે અમને 1800-425-2255 પર કોલ કરો.
ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ (પતાવટ)
અમે પ્રથમ સ્વતંત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની છીએ, જેણે કોઇ પણ TPA વિના પરંતુ ક્વોલિફાઇડ ઇન-હાઉસ ટીમ સાથે ક્લેમ સેટલમેન્ટ કર્યું છે.
ક્લેમ સેટલમેન્ટ
અમારા 90% ક્લેમનું સેટલમેન્ટ કેશલેસ હેઠળ 2 કલાકની અંદર કરવામાં આવે છે અને 92% ક્લેમનું સેટલમેન્ટ વળતર હેઠળ 7 દિવસની અંદર કરવામાં આવે છે.
હોસ્પિટલ
ગુણવત્તાયુક્ત સારવાર માટે અમે તમને અમારા મૂલ્યવાન સર્વિસ પ્રોવાઇડર, સંમતિ સાથે જોડાયેલ નેટવર્ક અને નેટવર્ક હોસ્પિટલો હેઠળ કવર કરવામાં આવ્યા છે.
પુરસ્કારો
અમને નામાંકિત સર્વેક્ષણ સંસ્થાઓ તરફથી નવીન પ્રોડક્ટ, બેસ્ટ ક્લેઈમ સેટલમેન્ટ અને સર્વિસ પ્રોવાઈડર બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
નેટવર્ક હોસ્પિટલો
સ્ટાર હેલ્થ સાથેના કરારમાં હોસ્પિટલો સીમલેસ કેશલેસ સુવિધાઓ પ્રદાન કરે છે. મંજૂરીની પ્રક્રિયા ઝડપી અને આરામદાયક છે.
સંમત નેટવર્ક હોસ્પિટલો
આ હોસ્પિટલો છે, જે સર્જિકલ અને મેડિકલ પ્રક્રિયાઓ માટે ખર્ચ સામે યોગ્ય વળતર મળી રહે એ પ્રકારના પેકેજ દરો પૂરા પાડવા માટે સ્ટાર હેલ્થ સાથે સંમત થઈ છે.
મૂલ્યવાન સર્વિસ પ્રોવાઇડર્સ
આ હોસ્પિટલોને સ્ટાર હેલ્થ દ્વારા ઓળખવામાં આવે છે અને તેમના પ્રયત્નો, સેવાઓ અને ગુણવત્તા માટે ખાસ માન્યતા આપવામાં આવી છે.
નેટવર્ક સિવાયની હોસ્પિટલો
નેટવર્ક સિવાયની હોસ્પિટલોમાં સારવાર મેળવવા માટે (સ્ટાર હેલ્થ સાથે સમજૂતીમાં ન હોય તેવી), તમે વળતરના ક્લેમનો લાભ લઈ શકો છો.
બાકાત રાખેલા પ્રોવાઈડર્સ
એ હોસ્પિટલો, જ્યાં ક્લેમ સ્વીકાર્ય નથી. પરંતુ જીવલેણ પરિસ્થિતિ/અકસ્માતના ખર્ચને દર્દીની પરિસ્થિતિની સ્થિરતા સુધી કવર કરવામાં આવે છે.
બીજું કંઈક શોધી રહ્યાં છો?
શરૂ કરો
શ્રેષ્ઠની ખાતરી રાખો
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.
વધુ માહિતી જોઈએ છે?
શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?
Disclaimer: Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment. The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in