સ્ટાર કોર્પોરેટ ટ્રાવેલ પ્રોટેક્ટ ઇન્શ્યુઅરન્સ પોલિસી

*I consent to be contacted by Star Health Insurance for health insurance product inquiries, overriding my NCPR/DND registration.

IRDAI UIN: IRDA/NL-HLT/SHAI/P-T/V.I/143/13-14

HIGHLIGHTS

Plan Essentials

essentials

કોર્પોરેટ ટ્રાવેલ કવર

આ પોલિસી તમારી મુસાફરી અથવા વિદેશ પ્રવાસ દરમિયાન કોઈપણ મેડિકલ ઈમરજન્સી અને મુસાફરીની અસુવિધાઓને કારણે થયેલા ખર્ચ બદલ કવર પ્રદાન કરે છે.
essentials

વારંવાર મુસાફરી કરવા માટે

કોર્પોરેટ કર્મચારીઓ માટે બનાવવામાં આવેલી વિશેષ પોલિસી કે જેઓ વ્યવસાયના હેતુ માટે વારંવાર મુસાફરી કરે છે.
essentials

વીમાની રકમ

આ પોલિસીમાં 1,00,000 ડોલર, 2,50,000 ડોલર અને 5,00,000 ડોલર એમ ત્રણ વીમા રકમના વિકલ્પો મળે છે.
essentials

ઇમરજન્સી મેડિકલ ખર્ચ કવર

આ પોલિસી વીમેદાર વ્યક્તિના વિદેશમાં રોકાણ દરમિયાન મેડિકલ ઈમરજન્સી માટે કરવામાં આવેલા ખર્ચ બદલ વળતર આપે છે.
DETAILED LIST

શું સમાવિષ્ટ છે તે સમજો

મહત્વની હાઈલાઈટ્સ

પ્રી-ઇન્શ્યુઅરન્સ મેડિકલ સ્ક્રીનિંગ

આ પોલિસીમાં પ્રી-ઇન્શ્યુઅરન્સ મેડિકલ સ્ક્રીનિંગની જરૂર નથી. જો કે, જેમની ઉંમર 65 વર્ષથી વધુ હોય અને જેમની મેડિકલ હિસ્ટ્રી પ્રતિકૂળ હોય, તેમણે ECG, ભૂખ્યા પેટે અને પોસ્ટપ્રેન્ડિયલ બ્લડ સુગર ટેસ્ટ, કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ અને યુરિન સ્ટ્રીપ ટેસ્ટ પ્લાન રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે.

પ્રવેશ વય

ભારતમાં રહેતી અને 6 મહિનાથી 70 વર્ષની વચ્ચેની વયની કોઈપણ વ્યક્તિ, રજા અથવા વ્યવસાયિક સફર પર ભારતની બહાર મુસાફરી કરે છે તે આ પોલિસીનો લાભ લઈ શકે છે.

પ્લાન વિકલ્પો

આ પોલિસી યુએસએ અને કેનેડા સહિતની વિશ્વવ્યાપી મુસાફરી માટે કવર પ્રદાન કરે છે.

ટ્રીપ બેન્ડ

આ પોલિસીમાં બે ટ્રિપ બેન્ડ વિકલ્પો હેઠળ કવર આપવામાં આવ્યું છે - 30 દિવસ અને 45 દિવસની બેન્ડ.

ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન

આ પોલિસી હેઠળ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહથી વીમેદાર વ્યક્તિને આકસ્મિક મેડિકલ સ્થળાંતર માટે કવર કરવામાં આવે છે. તે માટે જરૂરી પરિવહન અને મેડિકલ સારવારના ખર્ચને પણ કવર કરવામાં આવે છે.

ટ્રીપ એક્સ્ટેંશન માટે કવર

જો વીમેદાર વ્યક્તિ પોલિસીના છેલ્લા દિવસે ભારત બહાર પ્રવાસ કરી રહી હોય તો પોલિસીની એક્સપાયરી ડેટથી 30 કે 45 દિવસના બેન્ડની અંદર પ્રવાસ પૂર્ણ થાય અથવા વીમેદાર વ્યક્તિ ભારત પરત ન આવે ત્યાં સુધી પોલિસી આપમેળે લંબાશે.

ડેન્ટલ ઇમરજન્સી કવર

આ પોલિસી, પોલિસી ક્લોઝમાં ઉલ્લેખિત મર્યાદા સુધીની સફર દરમિયાન થયેલી ઇજાને કારણે થતી દાંતની સમસ્યાઓની સારવાર માટે એકયુટ એનેસ્થેટિક સારવાર પર કરવામાં આવેલા ખર્ચને કવર કરે છે.

મુસાફરીની અસુવિધાઓ બદલ કવર

આ પોલિસીમાં ફ્લાઇટમાં વિલંબ, ટ્રીપ કેન્સલેશન, પાસપોર્ટ ખોવાઈ જવો, ચેક-ઇન બેગેજનું નુકસાન અથવા વિલંબ, ચૂકી ગયેલી ફ્લાઇટ/કનેક્શન અને હાઇજેક તકલીફ જેવી મુસાફરીની અસુવિધાઓને કારણે થયેલા નુકસાનને કવર કરવામાં આવે છે.

પાસપોર્ટ ખોવાઈ જવો

જો કોઈ વીમેદાર વ્યક્તિનો પાસપોર્ટ ટ્રિપ દરમિયાન ખોવાઈ જાય છે, તો પછી કંપની વતન પરત ફરવા માટે નવો પાસપોર્ટ અથવા માન્ય મુસાફરી દસ્તાવેજો મેળવવા માટે કરવામાં આવેલા ખર્ચને કવર કરશે.

હાઇજેક બદલ તકલીફ

જો વીમેદાર વ્યક્તિ, કોમન કેરિયરમાં મુસાફરી કરી રહી હોય, તેનું અપહરણ કરવામાં આવે અને 12 કલાકથી વધુ સમય સુધી ટ્રીપમાં વિક્ષેપ પડે અથવા અટકી પડે, તો કંપની નિયત મર્યાદા અનુસાર વિલંબના દરેક દિવસ માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરશે.

ચેક-ઇન બેગેજમાં વિલંબ

જો વીમેદાર વ્યક્તિનો ચેક-ઇન બેગેજ ટ્રિપ દરમિયાન 12 કલાકથી વધુ સમય માટે વિલંબિત થઈ રહ્યો હોય, તો પછી કંપની પોલિસી શેડ્યૂલમાં જણાવેલ મર્યાદા સુધીના વિલંબ માટે વળતર ચૂકવશે.

ચેક-ઇન બેગેજના નુકસાન માટે કવર

જો ચેક-ઇન બેગેજ (વીમેદાર વ્યક્તિની મિલકત) એરલાઇન અથવા કેરિયર દ્વારા ખોવાઈ જાય છે, તો કંપની વીમેદાર વ્યક્તિને થયેલા નુકસાનની ભરપાઈ પોલિસીના શિડ્યુલમાં ઉલ્લેખિત મર્યાદા સુધી કરશે.

ફ્લાઇટ વિલંબ

જો વીમેદાર વ્યક્તિની ફ્લાઈટ છ કલાકથી વધુ મોડી પડે તો કંપની નક્કી કરેલી મર્યાદા સુધીના વધારાના રહેઠાણ, પ્રવાસ અને અન્ય વાજબી ખર્ચ માટે થયેલા ખર્ચની ભરપાઈ કરશે

ટ્રીપ રદ/ખલેલ

જો વીમેદાર વ્યક્તિનો પ્રવાસ આકસ્મિક શારીરિક ઇજાઓ અથવા વીમેદાર વ્યક્તિ અથવા તેના પરિવારના સભ્યના મૃત્યુને કારણે રદ થાય છે, તો કંપની વીમેદાર વ્યક્તિ અથવા તેના /તેણીના કાનૂની પ્રતિનિધિઓને નિર્ધારિત રકમ સુધીનું વળતર આપશે.

ફ્લાઇટ ચૂકી જવી/જોડાણ

જો વીમેદાર વ્યક્તિ ચોક્કસ કારણોસર અગાઉથી બુક કરાવેલ ફ્લાઇટ અથવા કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાય, તો કંપની વધારાના રહેઠાણ અને મુસાફરી પર થયેલા ખર્ચ બદલ વ્યાજબી વળતર આપશે.

વ્યક્તિગત જવાબદારી કવર

જો વીમેદાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને થતી માંદગી/ઈજા (જીવલેણ અથવા જીવલેણ ન હોય તેવી) માટે કાયદેસર રીતે જવાબદાર હોય અથવા ઇન્શ્યુઅરન્સના સમયગાળા દરમિયાન મિલકતને થયેલા નુકસાન માટે જવાબદાર હોય, તો ઇન્શ્યુઅરન્સ કંપની વીમેદાર વ્યક્તિને તે/તેણી કાયદેસર રીતે ચૂકવવા માટે જવાબદાર બને તેવી તમામ રકમ સામે વળતર આપશે.

પર્સનલ એક્સિડેંટ કવર

અકસ્માતને કારણે વીમેદાર વ્યક્તિનું મૃત્યુ કે અપંગ થવાના કિસ્સામાં કંપની વીમેદાર વ્યક્તિને અથવા તેના કાયદેસરના પ્રતિનિધિઓને નિયત મર્યાદા સુધી એક લમ્પ સમ પૂરી પાડશે.

નશ્વર દેહનું પરિવહન

વિદેશમાં વીમેદાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, આ પોલિસીમાં વીમેદાર વ્યક્તિના નશ્વર દેહના પરિવહનને કવર કરવામાં આવ્યું છે અથવા જે દેશમાં મૃત્યુ થયું છે  ત્યાં સ્થાનિક દફનવિધિ અથવા અંતિમ સંસ્કાર માટે સમાન રકમની ભરપાઇ કરવામાં આવે તેવી જોગવાઈ છે.

અવેજી કર્મચારી માટે કવર

વીમેદાર કર્મચારી બીમાર પડે કે ઘાયલ થાય તેવા કિસ્સામાં, આ પોલિસી વીમેદાર વ્યક્તિની જગ્યાએ એક અવેજી કર્મચારીને મોકલવા પાછળ થતા પ્રવાસ ખર્ચ માટે કવર પૂરું પાડે છે.

કપાતપાત્રો

આ પોલિસી કપાતપાત્ર છે. તેનો અર્થ એ છે કે કંપની દરેક ક્લેમ માટે ચૂકવણી કરવા માટે જવાબદાર રહેશે નહીં.
પોલિસીની વિગતો અને નિયમો અને શરતોને જાણવા માટે પોલિસી દસ્તાવેજો જોવા વિનંતી.
સ્ટાર હેલ્થ

સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ શા માટે પસંદ કરો છો?

હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.

અમારા ગ્રાહકો

સ્ટાર હેલ્થ સાથે 'ખુશીથી ઇન્શ્યુઅરન્સ ઉતાર્યો!'

અમે તમારો સમય બચાવવા, તમારા નાણાં બચાવવા અને હેલ્થ એ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેને કારણે હેલ્થ ઇન્શ્યુઅરન્સ ઉતરાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.

Customer Image
મારા મિત્રએ મને સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સમાંથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું કહ્યું. તેનાથી મારા પુત્રની માંદગી દરમિયાન મને મદદ મળી. તે સમયે તેમની કેશલેસ સારવારની સુવિધા ખૂબ મદદરૂપ થઈ હતી. હું તેમની સેવા અને સમર્થનની ખરેખર પ્રશંસા કરું છું.

તિજી કે ઓમન

થિરુવનંતપુરમ

ઇન્શ્યુઅરન્સ મેળવો
Customer Image
હું છેલ્લા 8 વર્ષથી સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ સાથે છું, અને આ સમય દરમિયાન મેં બે ક્લેમ માટે અરજી કરી છે. બંને ક્લેમનું સમાધાન થઈ ગયું, અને મારા હોસ્પિટલમાં દાખલ થયા દરમિયાન મને કંપની તરફથી સારો ટેકો મળ્યો.

વાણીશ્રી

બેંગલુરુ

ઇન્શ્યુઅરન્સ મેળવો
Customer Image
મારો પરિવાર ૨૦૦૬ થી સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ સાથે છે. અમે ગયા મહિને દાખલ કરેલા ક્લેમનું કોઈ પણ મુશ્કેલી વિના સમાધાન કરવામાં આવ્યું હતું. અમને આનંદ છે કે અમે આવા સર્વિસ પ્રોવાઈડર્સનો ભાગ છીએ.

રામચંદ્રન

ચેન્નાઈ

ઇન્શ્યુઅરન્સ મેળવો
Customer Image
જ્યારે મને જરૂર હતી ત્યારે સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સે મને ઘણી મદદ કરી. મને સ્ટારની કોમ્પ્રિહેન્સિવ પોલિસી હેઠળ કવર કરવાવામાં આવી હતી, જેની મદદથી મારી એન્જીયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન મને તેમની નેટવર્ક હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળી હતી.

શૈલા ગણચારી

મુંબઈ

ઇન્શ્યુઅરન્સ મેળવો
Customer Image
હું છેલ્લા 7-8 વર્ષથી મેડિક્લેમ સેવાઓનો ઉપયોગ કરું છું. મેં બીજી કંપનીઓ પણ અજમાવી જોઈ હતી. પરંતુ, સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સે મને જે સેવા પૂરી પાડી છે તેનાથી હું સંતુષ્ટ છું, ગ્રાહકોની સહાય માટેના તેમના કર્મચારીઓ પણ મૈત્રીપૂર્ણ છે.

સુધીર ભાઈજી

ઈન્દોર

ઇન્શ્યુઅરન્સ ઉતરાવો
user
તિજી કે ઓમન
થિરુવનંતપુરમ

મારા મિત્રએ મને સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સમાંથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું કહ્યું. તેનાથી મારા પુત્રની માંદગી દરમિયાન મને મદદ મળી. તે સમયે તેમની કેશલેસ સારવારની સુવિધા ખૂબ મદદરૂપ થઈ હતી. હું તેમની સેવા અને સમર્થનની ખરેખર પ્રશંસા કરું છું.

user
વાણીશ્રી
બેંગલુરુ

હું છેલ્લા 8 વર્ષથી સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ સાથે છું, અને આ સમય દરમિયાન મેં બે ક્લેમ માટે અરજી કરી છે. બંને ક્લેમનું સમાધાન થઈ ગયું, અને મારા હોસ્પિટલમાં દાખલ થયા દરમિયાન મને કંપની તરફથી સારો ટેકો મળ્યો.

user
રામચંદ્રન
ચેન્નાઈ

મારો પરિવાર ૨૦૦૬ થી સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ સાથે છે. અમે ગયા મહિને દાખલ કરેલા ક્લેમનું કોઈ પણ મુશ્કેલી વિના સમાધાન કરવામાં આવ્યું હતું. અમને આનંદ છે કે અમે આવા સર્વિસ પ્રોવાઈડર્સનો ભાગ છીએ.

user
શૈલા ગણચારી
મુંબઈ

જ્યારે મને જરૂર હતી ત્યારે સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સે મને ઘણી મદદ કરી. મને સ્ટારની કોમ્પ્રિહેન્સિવ પોલિસી હેઠળ કવર કરવાવામાં આવી હતી, જેની મદદથી મારી એન્જીયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન મને તેમની નેટવર્ક હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળી હતી.

user
સુધીર ભાઈજી
ઈન્દોર

હું છેલ્લા 7-8 વર્ષથી મેડિક્લેમ સેવાઓનો ઉપયોગ કરું છું. મેં બીજી કંપનીઓ પણ અજમાવી જોઈ હતી. પરંતુ, સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સે મને જે સેવા પૂરી પાડી છે તેનાથી હું સંતુષ્ટ છું, ગ્રાહકોની સહાય માટેના તેમના કર્મચારીઓ પણ મૈત્રીપૂર્ણ છે.

બીજું કંઈક શોધી રહ્યા છો?

શરૂ કરો

શ્રેષ્ઠની ખાતરી રાખો

તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.

Contact Us
વધુ માહિતી જોઈએ છે?