વેલનેસ કાર્યક્રમ
અમારા વેલનેસ પ્રોગ્રામમાં ભાગ લો અને તંદુરસ્ત રહેવા બદલ પુરસ્કારો મેળવો. રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે એ પુરસ્કારો રિડીમ કરો.

સ્ટુડન્ટ ટ્રાવેલ પોલિસી
વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ ઇન્શ્યુઅરન્સ. તેમાં કોઈપણ મેડિકલ ઈમરજન્સી, મુસાફરીની અસુવિધાઓ અને મુસાફરી દરમિયાન અથવા વિદેશ રોકાણ દરમિયાન અભ્યાસમાં વિક્ષેપને કારણે થતા ખર્ચને કવર કરેવામાં આવ્યો છે.
ઇન્શ્યુઅરન્સ રકમના વિકલ્પો
આ પોલિસી ત્રણ ઇન્શ્યુઅરન્સ રકમના વિકલ્પો સાથે આવે છે - 50,000 ડોલર, 100,000 ડોલર અને 250,000 ડોલર.
પ્રવેશ વય
૧૫ થી ૪૦ વર્ષની વયની કોઈપણ વ્યક્તિ જે અભ્યાસ માટે વિદેશ પ્રવાસ કરી રહી છે તે આ ઇન્શ્યુઅરન્સનો લાભ લઈ શકે છે.
પ્લાન વિકલ્પો
આ પોલિસી ગોલ્ડ, સિલ્વર અને સ્ટાન્ડર્ડ એમ ત્રણ પ્લાન ઓપ્શન હેઠળ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ ઇન્શ્યુઅરન્સ યુએસએ અને કેનેડાની મુસાફરી માટે અને યુએસએ અને કેનેડા સિવાય વિશ્વભરમાં પ્રવાસ કરવા માટે અલગથી કવર પ્રદાન કરે છે.
પોલિસી ટર્મઆ પોલિસીમાં 365 દિવસના સમયગાળા માટે કવરેજ આપવામાં આવ્યું છે. પોલિસીની સમાપ્તિ પહેલાં વીમેદાર વ્યક્તિની વિનંતી પર તેને વધુ એક વખત ૩૬૫ દિવસ માટે લંબાવી શકાય છે. |
મુસાફરીની અસુવિધાઓ માટે કવરઆ ઇન્શ્યુઅરન્સમાં ફ્લાઇટમાં વિલંબ, ટ્રીપ કેન્સલેશન, પાસપોર્ટ ગુમાવવો, ચેક-ઇન બેગેજનું નુકસાન અથવા વિલંબ, ચૂકી ગયેલી ફ્લાઇટ/કનેક્શન અને હાઇજેક તકલીફ જેવી મુસાફરીની અસુવિધાઓને કારણે થયેલા નુકસાનને કવર કરેવામાં આવ્યું છે. |
ઇમરજન્સી મેડિકલ ખર્ચ કવરઆ ઇન્શ્યુઅરન્સ વીમેદાર વ્યક્તિના વિદેશમાં રોકાણ દરમિયાન મેડિકલ ઈમરજન્સી માટે કરવામાં આવેલા ખર્ચ બદલ વળતર આપે છે. |
ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશનઆ ઇન્શ્યુઅરન્સ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહથી વીમેદાર વ્યક્તિના આકસ્મિક મેડિકલ સ્થળાંતર માટે કવર કરે છે. તે સંબંધિત પરિવહન અને મેડિકલ સારવારના ખર્ચને પણ કવર કરે છે. |
નશ્વરદેહનું પ્રત્યાગમનવિદેશમાં વીમેદાર વ્યક્તિનું મૃત્યુ થાય તો, આ ઇન્શ્યુઅરન્સમાં વીમેદાર વ્યક્તિના નશ્વર દેહના પરિવહનને કવર કરવામાં આવે છે અથવા જે દેશમાં મૃત્યુ થયું હોય ત્યાં સ્થાનિક દફનવિધિ અથવા અંતિમ સંસ્કાર માટે સમાન રકમની ભરપાઇ કરવામાં આવે છે. |
ડેન્ટલ ઇમરજન્સી કવરઆ ઇન્શ્યુઅરન્સ મુસાફરી દરમિયાન ઇજાને કારણે થતી દાંતની સમસ્યાઓની સારવાર માટે તીવ્ર એનેસ્થેટિક સારવાર પર કરવામાં આવેલા ખર્ચ માટે કવર પ્રદાન કરે છે. |
પર્સનલ એક્સિડેંટ કવરઅકસ્માતને કારણે વીમેદાર વ્યક્તિનું મૃત્યુ કે વિકલાંગ થવાના કિસ્સામાં કંપની વીમેદાર વ્યક્તિને અથવા તેના કાનૂની પ્રતિનિધિઓને નિયત મર્યાદા સુધી એકસાથે રકમ પૂરી પાડશે. |
ચેક-ઇન બેગેજના નુકસાન માટે કવરજો ચેક-ઇન બેગેજ (વીમેદાર વ્યક્તિની મિલકત) એરલાઇન અથવા કેરિયર દ્વારા ખોવાઈ જાય, તો કંપની વીમેદાર વ્યક્તિને થયેલા નુકસાનની ભરપાઈ પોલિસીના શિડ્યુલમાં ઉલ્લેખિત મર્યાદા સુધી કરશે. |
પાસપોર્ટ ખોવાઈ જવોજો કોઈ વીમેદાર વ્યક્તિનો પાસપોર્ટ ટ્રિપ દરમિયાન ખોવાઈ જાય, તો પછી કંપની વતન પરત ફરવા માટે નવો પાસપોર્ટ અથવા માન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવવા માટે કરવામાં આવેલા ખર્ચને કવર કરેશે. |
વ્યક્તિગત જવાબદારી કવરજો વીમેદાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને માંદગી/ઈજા (જીવલેણ અથવા બિન-જીવલેણ) માટે કાયદેસર રીતે જવાબદાર હોય, અથવા ઇન્શ્યુઅરન્સના સમયગાળા દરમિયાન મિલકતને થયેલા નુકસાન માટે જવાબદાર હોય, તો ઇન્શ્યુઅરન્સ કંપની વીમેદાર વ્યક્તિને તે/તેણી કાયદેસર રીતે ચૂકવવા માટે જવાબદાર હોય તેવી તમામ રકમ સામે વળતર આપશે. |
જામીન બોન્ડદરખાસ્તપત્રકમાં નિર્દિષ્ટ કરેલા સ્થળે પોલીસ કે ન્યાયિક સત્તાવાળાઓ દ્વારા વીમેદાર વ્યક્તિની ખોટી ધરપકડ કે ખોટી રીતે અટકાયત કરવાના કિસ્સામાં, ઇન્શ્યુઅરન્સ કંપની જામીન બોન્ડની કિંમત પેટે નિયત ઇન્શ્યુઅરન્સ રકમ સુધીની ચૂકવણી કરશે. |
કંપેશનેટ મુલાકાતજો વીમેદાર વ્યક્તિ સતત 7 દિવસથી વધુ સમય માટે વિદેશની હોસ્પિટલમાં દાખલ હોય અને તેને સ્વદેશ પરત લઈ જઈ શકાય એમ ન હોય, તો કંપની વીમેદાર વ્યક્તિને મદદ કરવા માટે પરિવારના એક નજીકના સભ્યની હવાઈ / ટ્રેન દ્વારા રાઉન્ડ ટ્રીપ માટે કરવામાં આવેલા ખર્ચને કવર કરશે. |
આરોગ્યને લગતી સમસ્યાઓના કારણે અભ્યાસમાં વિક્ષેપનો સામનો કરવોજો વીમેદાર વ્યક્તિ ઈજા, માંદગી અથવા ટર્મિનલ માંદગીને કારણે સતત એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ હોય અને એ સ્થિતિમાં તેનો અભ્યાસ બંધ કરી દે, તો કંપની પહેલેથી જ ચૂકવવામાં આવેલી ટ્યુશન ફીની ભરપાઇ કરશે. |
કૌટુંબિક ઈમરજન્સીને કારણે અભ્યાસમાં વિક્ષેપનો અભ્યાસ કરોજો સમગ્ર પોલિસીના સમયગાળા દરમિયાન પરિવારના કોઈ નજીકના સભ્ય અથવા પ્રાયોજકના આકસ્મિક મૃત્યુને કારણે વીમેદાર વ્યક્તિનો અભ્યાસ ખોરવાઈ જાય છે, તો કંપની પહેલેથી જ ચૂકવવામાં આવેલી ટ્યુશન ફીની ભરપાઈ કરશે. |
પ્રાયોજક સુરક્ષાવીમેદાર વ્યક્તિના સ્પોન્સરનું આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં, પછી મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી, કંપની ઇન્શ્યુઅરન્સધારકના શિક્ષણના બાકીના સમયગાળા માટે કરવામાં આવેલી ટ્યુશન ફી નિયત મર્યાદા સુધી ભરપાઈ કરશે. |
વીમેદાર વ્યક્તિ ક્લેમની નોંધણી કરવા માટે અમારી ક્લેમની સહાયનો સંપર્ક કરી શકે છે.
તમે નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકો છો-
| કેન્દ્રનું સ્થાન | વિશ્વ પ્રવાસ સહાયક - યુએસએ | વર્લ્ડ ટ્રાવેલ આસિસ્ટ - યુરોપ | વર્લ્ડ ટ્રાવેલ આસિસ્ટ – સિંગાપોર | હેરિટેજ હેલ્થ ઇન્શ્યુઅરન્સ TPA Pvt.Ltd. - ભારત |
|---|---|---|---|---|
સરનામું | W.T.A. ટ્રાવેલ સર્વિસીસ, INC. 1571 સોગ્રાસ કોર્પોરેટ Pkwy Suite 110 સનરાઇઝ, Fl, 33323-2862, U.S.A. | W.T.A. ટ્રાવેલ સર્વિસીસ, INC. કેલે બાર્કાસ 2, પ્લાન્ટા 2, ઓફિસિના 302, રેગસ, 46002, વેલેન્સિયા. સ્પેન
| ડબલ્યુ.ટી.એ. ટ્રાવેલ સર્વિસીસ, આઈએનસી. 75 કિમ યાન રોડ સિંગાપોર 239372 | હેરિટેજ હેલ્થ ઇન્શ્યુઅરન્સ ટીપીએ પ્રા. લિ.ચેમ્પિયન બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, 15, પારસી પંચાયત રોડ, અંધેરી (પૂર્વ), મુંબઇ - 400069. ભારત. |
ટોલ - સહાય માટે મફત નંબર | +1 877 822 7386 | +34 900 804 116 | +65 3163 2058 +65 8001302100 | 1800 22 4004 (ભારતની અંદર ટોલ ફ્રી) |
બીજા ટેલિફોન નંબરો | +1 305 328 3897 | +34 911 881 617 | +65 315 80234 | +91-22-61273891 (24 hrs) +91-22-61273892/ 93 |
ફેક્સ નંબર(ઓ) | +1 877 395 1784 | +34 915 932 577 | +91-22-6127 3890 | |
ઈ-મેઈલ ID | assistance@wtabyhas.com | assistance@wtabyhas.com | assistance@wtabyhas.com | heritagehealthomp@bajoria.in |
વેબસાઇટ | www.wta-heritage.com | www.wta-heritage.com | www.wta-heritage.com | ww.wta-heritage.com |
અધિકારક્ષેત્ર | ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકા | યુરોપ, યુકે અને આયર્લેન્ડ, આફ્રિકા, પાકિસ્તાન | સિંગાપુર | દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
અમારા વેલનેસ પ્રોગ્રામમાં ભાગ લો અને તંદુરસ્ત રહેવા બદલ પુરસ્કારો મેળવો. રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે એ પુરસ્કારો રિડીમ કરો.
ભારતભરના 1,635 નિદાન કેન્દ્રોમાંથી કોઈપણ જગ્યાએ સારવાર પ્રાપ્ત કરો., જેમાં ઘરઆંગણેથી લેબના નમૂના લેવામાં આવશે અને ઘરઆંગણે આરોગ્ય તપાસણી કરવામાં આવશે.
ડિસ્કાઉન્ટ ભાવે દવાઓ ઓનલાઈન મંગાવો. હોમ ડિલિવરી અને સ્ટોર પિક-અપ્સ 2780 શહેરોમાં ઉપલબ્ધ છે.
ક્લેઈમ ઇન્ટિમેશન, ટેલિહેલ્થ સેવાઓ અને તમારા પ્રશ્નો દૂર કરવા માટે અમને 1800-425-2255 પર કોલ કરો.
અમે પ્રથમ સ્વતંત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની છીએ, જેણે કોઇ પણ TPA વિના પરંતુ ક્વોલિફાઇડ ઇન-હાઉસ ટીમ સાથે ક્લેમ સેટલમેન્ટ કર્યું છે.
અમારા 90% ક્લેમનું સેટલમેન્ટ કેશલેસ હેઠળ 2 કલાકની અંદર કરવામાં આવે છે અને 92% ક્લેમનું સેટલમેન્ટ વળતર હેઠળ 7 દિવસની અંદર કરવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત સારવાર માટે અમે તમને અમારા મૂલ્યવાન સર્વિસ પ્રોવાઇડર, સંમતિ સાથે જોડાયેલ નેટવર્ક અને નેટવર્ક હોસ્પિટલો હેઠળ કવર કરવામાં આવ્યા છે.
અમને નામાંકિત સર્વેક્ષણ સંસ્થાઓ તરફથી નવીન પ્રોડક્ટ, બેસ્ટ ક્લેઈમ સેટલમેન્ટ અને સર્વિસ પ્રોવાઈડર બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
સ્ટાર હેલ્થ સાથેના કરારમાં હોસ્પિટલો સીમલેસ કેશલેસ સુવિધાઓ પ્રદાન કરે છે. મંજૂરીની પ્રક્રિયા ઝડપી અને આરામદાયક છે.
આ હોસ્પિટલો છે, જે સર્જિકલ અને મેડિકલ પ્રક્રિયાઓ માટે ખર્ચ સામે યોગ્ય વળતર મળી રહે એ પ્રકારના પેકેજ દરો પૂરા પાડવા માટે સ્ટાર હેલ્થ સાથે સંમત થઈ છે.
આ હોસ્પિટલોને સ્ટાર હેલ્થ દ્વારા ઓળખવામાં આવે છે અને તેમના પ્રયત્નો, સેવાઓ અને ગુણવત્તા માટે ખાસ માન્યતા આપવામાં આવી છે.
નેટવર્ક સિવાયની હોસ્પિટલોમાં સારવાર મેળવવા માટે (સ્ટાર હેલ્થ સાથે સમજૂતીમાં ન હોય તેવી), તમે વળતરના ક્લેમનો લાભ લઈ શકો છો.
એ હોસ્પિટલો, જ્યાં ક્લેમ સ્વીકાર્ય નથી. પરંતુ જીવલેણ પરિસ્થિતિ/અકસ્માતના ખર્ચને દર્દીની પરિસ્થિતિની સ્થિરતા સુધી કવર કરવામાં આવે છે.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.


The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in