
ફેમિલી એક્સિડેન્ટ કેર ઇન્શ્યુરન્સ પોલીસી
IRDAI UIN: SHAHLIP21042V012021
HIGHLIGHTS
Plan Essentials
ફ્લોટર પોલીસી
આ ફ્લોટર પોલીસી તમારા પરિવારને અકસ્માતોને કારણે ઊભા થતા નાણાકીય જોખમ સામે કવર કરવા માટે છે.
પોલીસી ટર્મ
આ પોલીસી 1 વર્ષ કે 2 વર્ષની ટર્મ માટે પસંદ કરી શકાય છે.
પ્રવેશ વય
16 દિવસથી 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પોલીસીનો લાભ લઈ શકે છે. આશ્રિત બાળકો 25 વર્ષની ઉંમર સુધી પોલીસી ચાલુ રાખી શકે છે અને પુખ્ત વયના લોકો આજીવન ચાલુ રાખી શકે છે.
ઇન્શ્યુરન્સની રકમ
આ પૉલિસીની ઇન્શ્યુરન્સની લઘુતમ રકમ રૂ. 1,00,000/- અને મહત્તમ રૂ. 50,00,000/- (રૂ. 50,000/- ના ગુણાકારમાં) છે.
Detailed List
Understand what’s included
મહત્વની હાઈલાઈટ્સ
આકસ્મિક મૃત્યુ માટે લમ્પ સમઆ પોલીસી અકસ્માતની તારીખથી 12 કેલેન્ડર મહિનાની અંદર ઇન્શ્યોર્ડ વ્યક્તિના દુ:ખદ મૃત્યુના સંજોગોમાં પોલીસીમાં જણાવ્યા મુજબ ઇન્શ્યુરન્સની રકમનો 100% હિસ્સો પૂરો પાડે છે. |
પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટઆ પોલીસીમાં ઇન્શ્યોર્ડ વ્યક્તિને અકસ્માતની તારીખથી 12 કેલેન્ડર મહિનાની અંદર પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ. થવાના કિસ્સામાં પોલીસીમાં જણાવ્યા મુજબ ઇન્શ્યુરન્સની રકમનો 100% હિસ્સો પૂરો પાડવામાં આવે છે. |
પ્રીમિયમ દર (2 વયસ્ક + 3 બાળકો સુધીના કુટુંબના કદને ધ્યાનમાં લીધા વિના)1 વર્ષની પોલીસીનું પ્રીમિયમ રૂ.75/- પ્રતિ લાખ છે (GST સિવાય) અને 2-વર્ષની પોલીસીનું પ્રીમિયમ રૂ.145/- પ્રતિ લાખ છે (GST સિવાય) |
આજીવન રીન્યુઅલઆ પોલીસી આજીવન રિન્યુઅલનો વિકલ્પ આપે છે. |
ફ્રી લૂક પીરિયડ :
પોલિસીની શરૂઆત વખતે ઇન્શ્યોર્ડ વ્યક્તિને પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસનો સમયગાળો આપવામાં આવશે, જેથી તે પોલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરી શકે અને જો સ્વીકાર્ય ન હોય તો પોલિસી પરત કરી શકે. આવા કિસ્સામાં પ્રીમિયમ રિફંડ નીચે મુજબનું રહેશે :
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ફ્રી લૂક પીરિયડ દરમિયાન કોઈ કલેમ કર્યો ન હોય, તો ઇન્શ્યોર્ડ વ્યક્તિને આનો અધિકાર રહેશે –
1. ઇન્શ્યોર્ડ વ્યક્તિઓની મેડિકલ તપાસ અને સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જિસ પર ઇન્શ્યુઅરન્સ કંપની દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ખર્ચને બાદ કર્યા પછી ચૂકવવામાં આવેલા પ્રીમિયમનું રિફંડ
અથવા
2. જ્યાં જોખમ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું હોય અને પોલિસી પરત કરવાના વિકલ્પનો ઉપયોગ પોલિસી ધારક દ્વારા કરવામાં આવે છે, ત્યારે કવર પરના સમયગાળા માટે પ્રમાણસર જોખમ પ્રીમિયમ તરફની કપાત
અથવા
3. જ્યાં ઇન્શ્યુઅરન્સ કવરેજનો માત્ર એક ભાગ જ શરૂ થયો હોય, ત્યાં આવા પ્રમાણસર પ્રીમિયમ આવા સમયગાળા દરમિયાન ઇન્શ્યુઅરન્સ કવરને અનુરૂપ હોય છે
ફ્રી લૂક પીરિયડ રિન્યુઅલના સમયે લાગુ પડશે નહીં

The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in



