પોલિસી પ્રકારઆ પોલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર ધોરણે લઈ શકાય છે. |
વ્યક્તિગત પ્રવેશ વય91 દિવસથી 75 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે આ પોલિસીનો લાભ લઈ શકે છે. |
ફ્લોટર પ્રવેશ વય18 થી 75 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પોલિસીનો લાભ લઈ શકે છે. ફ્લોટર આધાર હેઠળ, 16 દિવસ અને 17 વર્ષની વચ્ચેના મહત્તમ ત્રણ આશ્રિત બાળકો કવર કરવામાં આવે છે. |
મેડિકલ તપાસઆ પોલિસીનો લાભ લેવા માટે કોઈ પ્રી-મેડિકલ ચેક-અપની જરૂર નથી. જો કે, જે લોકો પ્રતિકૂળ મેડિકલ હિસ્ટ્રી જાહેર કરે છે તેમનું કંપનીના ખર્ચે પ્રિ-મેડિકલ ચેક-અપ કરવામાં આવી શકે છે. |
ઈન-પેશન્ટ હોસ્પિટલાઈઝેશનમાંદગી, ઇજા અથવા અકસ્માતોને કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને કવર કરવામાં આવે છે. |
પ્રિ-હોસ્પિટલાઈઝેશનદર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થવાની તારીખના 60 દિવસ પહેલા સુધીના મેડિકલ ખર્ચને પણ કવર કરવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઈઝેશનહોસ્પિટલમાં દાખલ થયા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 180 દિવસ સુધીનો મેડિકલ ખર્ચ કવર કરવામાં આવે છે. |
રુમ ભાડુદર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે દરમિયાન રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને વીમાની રકમ રૂ. 5 લાખ હોય તો તે માટે, દરરોજ વીમાની રકમના 1 % સુધી કવર કરવામાં આવે છે; રૂ।. 10/15/20/25 લાખના વીમાની રકમના વિકલ્પો માટે કોઈ પણ રૂમ (સ્યુટ અથવા તેનાથી ઉપરની કેટેગરી સિવાય) અને રૂ. 50/75/100/200/200 લાખના વીમાની રકમના વિકલ્પો માટે કોઈ પણ રૂમ. |
શેયર કરેલો રૂમવીમેદાર વ્યક્તિ જો એ રૂમ પસંદ કરે, જે અન્ય દર્દી સાથે શેયર કરેલો હોય તો તે માટે કરવામાં આવતા ખર્ચને પોલિસી ક્લોઝમાં ઉલ્લેખિત મર્યાદા સુધી કવર કરવામાં આવે છે. |
નોન-મેડિકલ ચીજવસ્તુઓ માટે કવરેજજો ક્લેમ પોલિસી હેઠળ સ્વીકાર્ય હોય તો આ પોલિસીમાં ઉલ્લેખિત નોન-મેડિકલ ચીજવસ્તુઓ ચૂકવવાપાત્ર બનશે. |
રોડ એમ્બ્યુલન્સઆ પોલિસીમાં હોસ્પિટલમાં દાખલ થવા માટે, વધુ સારી મેડિકલ સારવાર માટે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં સ્થળાંતર કરવા માટે અને હોસ્પિટલમાંથી નિવાસસ્થાને જવા (જો તે એક જ શહેરમાં હોય તો) માટે એમ્બ્યુલન્સ ચાર્જનો સમાવેશ થાય છે. |
એર એમ્બ્યુલન્સએર એમ્બ્યુલન્સનો ખર્ચ પોલિસી વર્ષ દીઠ વીમાની રકમના 10 % સુધી કવર કરવામાં આવે છે, જો કે એ માટે એ શરત છે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય કે વીમેદાર વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય અને જમીન પરિવહન પ્રદાન કરી શકાતું ન હોય. |
ડોમિસિલિયરી હોસ્પિટલાઈઝેશનમેડિકલ પ્રેક્ટિશનરની સલાહથી હોસ્પિટલમાં ત્રણ દિવસથી વધુ સમયગાળા માટે આયુષ (AYUSH) સહિત ડોમિસિલિયરી હોસ્પિટલાઈઝેશન માટે કરવામાં આવતા ખર્ચને કવર કરવામાં આવે છે, |
ડે કેર પ્રોસિજરતકનીકી પ્રગતિને કારણે ૨૪ કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી હોય તેવી મેડિકલ સારવાર અને સર્જિકલ પ્રોસિજરો કવર કરવામાં આવે છે. |
આધુનિક સારવારઓરલ કેમોથેરાપી, ઇન્ટ્રા વિટ્રિયલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવતા ખર્ચને ઇન્શ્યુઅરન્સની રકમ સુધી કવર કરવામાં આવે છે. |
અંગ દાતા ખર્ચદાતા પાસેથી પ્રાપ્તકર્તા વીમાકૃત્ત વ્યિGતમાં અંગ પ્રત્યારોપણ માટે કરવામાં આવેલો ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ જો પ્રત્યારોપણ માટેનો દાવો ચૂકવવાપાત્ર હોય તો તે ચૂકવવાપાત્ર છે. તદુપરાંત, દાતા દ્વારા કરવામાં આવેલા ખર્ચ, (જો કોઈ હોય તો) દ્વારા રિડો સર્જરી / આઈસીયુ દાખલ કરવાની જરૂર હોય તેવી જટિલતાઓ માટે કરવામાં આવેલા ખર્ચને આવરી લેવામાં આવશે. |
પુનર્વસન અને પીડા વ્યવસ્થાપનપુનર્વસન અને પીડા વ્યવસ્થાપન માટે કરવામાં આવેલા ખર્ચને નિર્ધારિત પેટા-મર્યાદા સુધી અથવા વીમાની રકમના મહત્તમ 20 ટકા સુધી આવરી લેવામાં આવે છે, જે પોલિસી વર્ષ દીઠ બેમાંથી જે ઓછું હોય તે. |
આયુષ સારવારઆયુષ હોસ્પિટલોમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પદ્ધતિ હેઠળ સારવાર માટે કરવામાં આવતા ખર્ચને વીમાની રકમ સુધી કવર કરવામાં આવે છે. |
કમ્પેશનેટ ટ્રાવેલવીમેદાર વ્યક્તિના રહેઠાણથી દૂરના સ્થળે વીમેદાર વ્યક્તિના હોસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, નજીકનો સંબંધ ધરાવતા કુટુંબીજનને જીવલેણ ઈમરજન્સી સમય માટે રૂ. 10,000/- સુધીનો હવાઈ પરિવહન ખર્ચ ચૂકવવાપાત્ર છે. |
નશ્વર અવશેષોનું સ્વદેશાગમનવીમેદાર વ્યક્તિના નશ્વર દેહને પરત મોકલવા માટે કરવામાં આવતા ખર્ચને પોલિસી વર્ષમાં રૂ. 15,000 સુધી કવર કરવામાં આવે છે. |
ઈન યુટેરો ફેટલ સર્જરી/ઇન્ટરવેન્શનઆ પોલિસીમાં ઉલ્લેખિત ઈન યુટેરો ફેટલ સર્જરી અને પ્રોસિજરો માટે કરવામાં આવેલા ખર્ચને વેઇટિંગ પિરિયડ સાથે કવર કરવામાં આવે છે. નોંધ: જન્મ ન થયો હોય તેવા બાળક માટે જન્મજાત રોગ / ખામીને લગતી સારવાર માટે વેઇટિંગ પિરિયડ લાગુ પડશે નહીં. |
મૂલ્યવાન સેવા પ્રદાતાઓના નેટવર્કમાં સારવારવેલ્યુએબલ સર્વિસ પ્રોવાઈડરમાં હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં વીમાની રકમના 1 ટકા જેટલી રકમ પોલિસીના સમયગાળા દીઠ મહત્તમ રૂ. 5,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવે છે. |
ક્યુમ્યુલેટિવ બોનસક્યુમ્યુલેટિવ બોનસ દરેક દાવા-મુક્ત વર્ષ માટે વીમાની રકમના 25 ટકાના દરે પ્રદાન કરવામાં આવે છે, જે વીમા રકમના મહત્તમ 100 ટકાને આધિન હોય છે. |
કપાતપાત્ર - વૈકલ્પિક કવરવીમેદાર વ્યક્તિ આ પોલિસીમાં ઉલ્લેખિત કોઈ પણ કપાતપાત્રની પસંદગી કરે તો તે પ્રીમિયમ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. |
સહ-ચુકવણીજો વીમેદાર વ્યક્તિ 61 વર્ષ કે તેથી વધુ ઉમરે પોલિસી ખરીદે કે રિન્યુ કરે તો દરેક ક્લેમની રકમના 10% ની સહ-ચુકવણી કરવાની રહે છે. |
હેલ્થ ચેક-અપની એસ્યોરહેલ્થ ચેક-અપ ખર્ચને દરેક પોલિસી વર્ષ માટે નિયત મર્યાદા સુધી, ક્લેમને ધ્યાનમાં લીધા વિના કવર કરવામાં આવે છે. |
બીજો મેડિકલ અભિપ્રાયવીમેદાર વ્યક્તિ કંપનીના મેડિકલ પ્રેક્ટિશનર્સના નેટવર્કના ડોક્ટર પાસેથી સેકન્ડ મેડિકલ ઓપિનિયનનો લાભ લઈ શકે છે |
સ્ટાર વેલનેસ પ્રોગ્રામવેલનેસ પ્રોગ્રામ વિવિધ સુખાકારીની પ્રવૃત્તિઓ દ્વારા વીમાકૃત્ત વ્યક્તિની તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે. આ ઉપરાંત, કમાયેલા વેલનેસ પોઇન્ટ્સનો ઉપયોગ મહત્તમ 20% સુધીના રિન્યૂઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરી શકાય છે. |
વેઇટિંગ પિરિયડ1. પહેલેથી હોય તેવા રોગો માટે (3 વર્ષની મુદત) - 30 મહિના
2. પહેલેથી હોય તેવા રોગો માટે (1 અને 2 વર્ષની મુદત) - 36 મહિના
3. ચોક્કસ રોગો/પ્રોસિજરો માટે - 24 મહિના, પ્રારંભિક વેઇટિંગ પિરિયડ - 30 દિવસ |
હપ્તાના વિકલ્પોપોલિસી પ્રિમીયમ ત્રિમાસિક કે અર્ધવાર્ષિક ધોરણે ભરી શકાય છે. તે વાર્ષિક, દ્વિવાર્ષિક (2 વર્ષમાં એકવાર) અને ત્રિવાર્ષિક (3 વર્ષમાં એકવાર) ધોરણે પણ ચૂકવણી કરી શકાય છે. આ સુવિધા લાંબા ગાળાના (2 અને 3 વર્ષના સમયગાળા) વિકલ્પો માટે ઉપલબ્ધ નથી. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.