New
AROGYA SEVA KENDRA - Free Health Consultation -Click Here to Know More|BIMA BHAROSA - An Integrated Grievance Management System to facilitate the policyholders and complainants to file their grievances with IRDAI -Click here to know more|Click here to link your KYC|Policies where the risk commencement date is on or after 1st October 2024, all the policy servicing shall be as per the IRDAI (Insurance Products) Regulations, 2024 dated 20th March 2024 and Master Circular on Health Insurance Business dated 29th May 2024

આરોગ્ય સંજીવની પૉલિસી, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ

India +91✓

IRDAI UIN: SHAHLIP26045V042526

HIGHLIGHTS

Plan Essentials

purple essential logo 3

પોષાય એવી પૉલિસી

વીમા નિયમનકારે સમગ્ર ભારત માટે સસ્તા પ્રીમિયમ સાથે પોષાય એવી આરોગ્ય વીમા પૉલિસી તૈયાર કરી છે.

purple essential logo 6

પૉલિસી પ્રકાર

આ પૉલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે મેળવી શકાય છે.

purple essential logo 6

પ્રવેશની ઉંમર

18 થી 65 વર્ષ વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પૉલિસીનો લાભ લઈ શકે છે. ફ્લોટર આધાર હેઠળ, 3 મહિનાથી 25 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા મહત્તમ ત્રણ આર્થિક રીતે આશ્રિત બાળકો આવરી લેવામાં આવે છે.

purple essential logo 3

નમ્ય (ફ્લેક્સિબલ) પૉલિસી

18 થી 65 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે આ પૉલિસીનો લાભ લઈ શકે છે. એક પરિવારમાં આપણે પોતે, જીવનસાથી, આશ્રિત બાળકો (3 મહિના અને 25 વર્ષ વચ્ચે) અને માતાપિતા હોઈ શકે છે

purple essential logo 2

દિવસ સંભાળ (ડે કેર) પ્રક્રિયાઓ

ચિકિત્સકીય સારવાર અને શલ્યક્રિયા પ્રક્રિયાઓ કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે તેને આવરી લેવામાં આવે છે.

purple essential logo 3

આયુષ (AYUSH) સારવાર

આયુષ હોસ્પિટલોમાં આયુર્વેદ, યોગ તથા પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની દવાઓ હેઠળ સારવાર માટે થતા ખર્ચને આવરી લેવામાં આવે છે.

purple essential logo 2

આધુનિક સારવાર

ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રા વિટ્રીઅલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચને વીમાની રકમના 50% સુધી આવરી લેવામાં આવે છે.

purple essential logo 3

સંચિત બોનસ

દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે વીમાની રકમના 5% દરે સંચિત બોનસ આપવામાં આવે છે જે વીમાની રકમના મહત્તમ 50% હોય શકે છે.

Detailed List

શું સમાવિષ્ટ છે તે સમજો

મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ

પૉલિસી અવધિ (ટર્મ)

આ પૉલિસી એક વર્ષની મુદ્દત માટે મેળવી શકાય છે.

પૂર્વ-ચિકિત્સકીય તપાસ

50 વર્ષ તથા તેથી વધુ ઉંમર ધરાવતા લોકોએ આ પૉલિસનો લાભ લેતા પહેલા કંપનીના નામાંકિત કેન્દ્રો પર પૂર્વ-ચિકિત્સકીય તપાસ (પ્રી-મેડિકલ સ્ક્રીનીંગ) કરાવવી જરૂરી છે.

વીમાની રકમ

પૉલિસી રૂ. 50,000/- થી લઈને રૂ. 10,00,000/- (રૂ. 50,000/- ના ગુણકમાં) ની રેંજમાં વીમાની રકમના વિકલ્પો પ્રદાન કરે છે.

ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન

માંદગી, ઈજા કે અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે.

પ્રી-હોસ્પિટલાઇઝેશન

દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે.

પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન

હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 60 દિવસ સુધી પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચાઓ આવરી લેવામાં આવે છે.

રૂમનું ભાડું

દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચ એ વીમાની રકમના 2% સુધી આવરી લેવામાં આવે છે જે મહત્તમ રૂ. 5000/- પ્રતિ દિવસ સુધી હોઈ શકે છે.

ICU શુલ્ક

ICU શુલ્ક એ વીમાની રકમના 5% સુધી આવરી લેવાય છે જે મહત્તમ રૂ. 10,000/- પ્રતિ દિવસ સુધી હોઈ શકે છે.

રોડ એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સ શુલ્ક એ રૂ. 2000/- પ્રતિ હોસ્પિટલાઈઝેશન સુધી આવરી લેવામાં આવે છે.

દિવસ સંભાળ (ડે કેર) પ્રક્રિયાઓ

ચિકિત્સકીય સારવાર અને શલ્યક્રિયાની પ્રક્રિયાઓ કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેના ખર્ચને આવરી લેવાય છે.

આયુષ (AYUSH) સારવાર

આયુષ હોસ્પિટલોમાં આયુર્વેદ, યોગ તથા પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની દવાઓ હેઠળ કરેલ સારવાર માટે થતા ખર્ચને વીમાની રકમની સીમા સુધી આવરી લેવામાં આવે છે.

ગ્રામીણ છૂટ (ડિસ્કાઉન્ટ)

પરિચિત ગ્રામીણ ક્ષેત્રો માટે, વ્યક્તિગત અને ફ્લોટર પૉલિસી બંને માટે પ્રીમિયમ પર 20% છૂટ (ડિસ્કાઉન્ટ) ઉપલબ્ધ છે.

આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ)

પૉલિસી આજીવન નવીકરણનો વિકલ્પ પ્રદાન કરે છે.

સંચિત બોનસ

દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે વીમાની રકમના 5% દરે સંચિત બોનસ આપવામાં આવે છે અને જે વધુમાં વધુ વીમાની રકમના 50% હોઈ શકે છે.

સહ-ચુકવણી (કો-પેમેન્ટ)

પૉલિસી હેઠળનો દરેક દાવો (ક્લેમ), પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સ્વીકાર્ય અને ચૂકવવાપાત્ર દાવાની રકમ માટે લાગુ પડતા 5% કો-પેમેન્ટને આધીન રહેશે.

મોતિયાની સારવાર

એક પૉલિસી વર્ષમાં એક આંખ દીઠ મોતિયાની સારવાર માટે થયેલ ખર્ચ એ વીમાની રકમના 25% સુધી અથવા રૂ. 40,000/- સુધી, બેમાંથી જે પણ ઓછું હોય તેને આવરી લેવામાં આવે છે.

હપ્તા વિકલ્પો

આ પૉલિસીના પ્રીમિયમને ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તેની વાર્ષિક ચૂકવણી પણ કરી શકાય છે.
પોલિસીની વિગતો અને નિયમો અને શરતોને જાણવા માટે પોલિસી દસ્તાવેજો જોવા વિનંતી.

બીજું કંઈક શોધી રહ્યા છો?

બધા પ્લાન જુઓ
શરૂ કરો

શ્રેષ્ઠની ખાતરી રાખો

તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.

વધુ માહિતી જોઈએ છે?
વધુ માહિતી જોઈએ છે?
શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?
શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?

આરોગ્ય સંજીવની પૉલિસી, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ

 

જો કે આપણે સ્વસ્થ અને સલામત રહેવાનું મહત્વ જાણીએ છીએ, તેમ છતાં આરોગ્ય વીમા પ્લાન ઘણીવાર આપણી પ્રાથમિકતા સૂચીમાં સૌથી નીચે હોય છે. આપણે વારંવાર આરોગ્ય વીમાના મહત્વને લગતા પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ. "શું તે તેનો ઉદ્દેશ્ય પૂર્ણ કરે છે?", "જો હું સ્વસ્થ છું તો મારે શા માટે તે મેળવવું જોઈએ?" "શું હું આ પ્રીમિયમ વધુ યોગ્ય હોય એવી વસ્તુઓ પર ખર્ચી શકું છું?". જ્યારે કે આ ખૂબ જ વાજિબ પ્રશ્નો છે, પરંતુ 2020 એ જો આપણને કંઈપણ શીખવ્યું હોય તો, તે એ છે કે અણધારીતા આપણા માટે અજાણ્યા ખૂણાઓમાં છુપાયેલી હોઈ શકે છે.

 

ચિકિત્સકીય સારવાર ખર્ચાળ હોય છે, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં, તેથી તમારા પોતાની માટે અને તમારા પરિવાર માટે આરોગ્ય વીમા કવરેજ ખરીદવું આવશ્યક છે. અને જેમ કે આપણે જાણીએ છીએ, હોસ્પિટલમાં દાખલ થવાથી તમારા બેંક ખાતા પર અસર થઇ શકે છે અને તમારા નાણા સમાપ્ત થઇ શકે છે. અમે ભલામણ કરીશું કે તમે તમારા પોતાની માટે અને તમારા પરિવાર માટે આરોગ્ય વીમા પૉલિસી મેળવો જેથી કરીને તમે કોઈપણ ચિકિત્સકીય કટોકટીના ખર્ચને સંભાળી શકો.

 

આરોગ્ય સંજીવની પૉલિસી એ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા રજૂ કરવામાં આવી છે. જેઓ પોષણક્ષમ ભાવે સંપૂર્ણ કવરેજ મેળવવા ઈચ્છે છે તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૉલિસીને વિકસાવવામાં આવી છે. જ્યારે ચિકિત્સકીય ખર્ચ દાયકાઓથી વધી રહ્યો છે અને વધતો રહેવાની અપેક્ષા છે, ત્યારે આરોગ્ય સંજીવની વીમા પૉલિસી ખરીદવાથી વીમાધારકને ચિકિત્સકીય કટોકટીની પરિસ્થિતિમાં આર્થિક રીતે સુરક્ષિત રહેવામાં મદદ મળી શકે છે.

 

આરોગ્ય સંજીવની પૉલિસી એક ક્ષતિપૂર્તિ-આધારિત આરોગ્ય વીમા પૉલિસી છે જે રૂ.10 લાખ સુધીનું કવરેજ વ્યક્તિગત અને ફ્લોટર આધારે ઓફર કરે છે જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ ખર્ચ, દિવસ સંભાળ (ડે કેર) સારવાર/ઉપચારો, કોવિડ-19 સારવાર, આયુષ (AYUSH) સારવાર અને અન્ય ઘણી બાબતો આવરી લે છે.

 

આરોગ્ય સંજીવની પૉલિસી તમને ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરવાની મંજૂરી આપે છે જે તમને પોતાને, તમારા જીવનસાથીને અને 3 મહિનાથી 25 વર્ષની વચ્ચેના આશ્રિત બાળકોને આવરી લેશે. વધુમાં, તમે આ પ્લાન માતા-પિતા અને સાસુ-સસરા માટે પણ ખરીદી શકો છો.

 

આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળના કવરેજમાં નીચે આપેલાનો સમાવેશ થાય છે:

 

  • ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન ખર્ચ
  • હોસ્પિટલમાં દાખલ થવા પહેલાનો અને પછીનો ખર્ચ
  • મોતિયાની સારવાર
  • આયુષ (AYUSH) સારવાર
  • દિવસ સંભાળ (ડે કેર) સારવાર
  • એમ્બ્યુલન્સ ખર્ચ
  • આધુનિક સારવાર
  • ICU/ ICCU ખર્ચ
  • કોવિડ-19 સારવાર કવર
  • ટેલિ મેડિસિન સેવા – ટોક ટુ સ્ટાર

આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીની ઉત્પાદ વિશેષતાઓ (પ્રોડક્ટ ફીચર્સ)

વિષયમાપદંડ
પ્રવેશની ઉંમર18 વર્ષથી 65 વર્ષ 
આશ્રિત બાળકો - 3 મહિનાથી 25 વર્ષ સુધી
નવીકરણ (રિન્યુઅલ)આજીવન (લાઈફલોંગ)
પોલિસીનો સમયગાળો 1 વર્ષ
વીમાની રકમ રૂપિયામાં0.5 લાખથી 10 લાખ (50,000ના ગુણકમાં)
સહ-ચુકવણી (કોપેમેંટ)તમામ સ્વીકાર્ય દાવાઓ (ક્લેમ) માટે 5% 
પ્રીમિયમમાં છૂટ (ડિસ્કાઉન્ટ)20% ગ્રામીણ ડિસ્કાઉન્ટ
પ્રતિક્ષા સમયગાળોPED-48 મહિનાચોક્કસ રોગો- 24/48 મહિનાપ્રારંભિક પ્રતિક્ષા સમયગાળો    - 30 દિવસ (અકસ્માત સિવાય)
લાભોકવરેજ સીમાકવરનું વર્ણન
ઇન-પેશંટ હોસ્પિટલાઇઝેશનS.I. સુધી અને બોનસ (જો કોઈ હોય તો)ઇન-પેશંટ હોસ્પિટલાઇઝેશનના તમામ ખર્ચને આવરી લે છે.
પ્રી-હોસ્પિટલાઇઝેશનS.I. સુધીહોસ્પિટલમાં નિશ્ચિત દાખલ થવાની તારીખના 30 દિવસ પહેલાના નિશ્ચિત સમયગાળા માટે પ્રી-હોસ્પિટલાઇઝેશન સંબંધિત ખર્ચને આવરી લે છે.
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનS.I. સુધીહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 60 દિવસના નિશ્ચિત સમયગાળા માટે પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચને આવરી લે છે.
દિવસ સંભાળ (ડે કેર) સારવાર/પ્રક્રિયાઓઆવરી લેવામાં આવે છેતમામ દિવસ સંભાળ (ડે કેર) સારવારો, સર્જરી અને ઉપચારોને આવરી લે છે જેમાં 24 કલાકથી ઓછા હોસ્પિટલાઇઝેશનનો સમય લાગે છે.
કોવિડ -19 સારવારઆવરી લેવામાં આવે છેઅન્ય બીમારીઓની સાથે કોવિડ-19ની સારવારને પણ આવરી લે છે. જો કે, આ પૉલિસી હેઠળ COVID-19 સંબંધિત ખર્ચાઓ માટે 30 દિવસનો પ્રારંભિક પ્રતિક્ષા સમયગાળો લાગુ પડે છે.
આધુનિક સારવારઆવરી લેવામાં આવે છે

બલૂન સિન્યુપ્લાસ્ટી, ઇમ્યુનોથેરેપી અને સ્ટેમ સેલ થેરેપી સહિતની 12 આધુનિક સારવારો આવરી લેવામાં આવી છે.

વીમાની રકમના 50% સુધી

મોતિયાની સર્જરીઆવરી લેવામાં આવે છેપૉલિસી મોતિયાની સારવાર માટે થયેલા ખર્ચને, પૉલિસી વીમાની રકમના 25% અથવા રૂ. 40,000/-, આ બેમાંથી જે પણ ઓછું હોય તે અનુસાર આવરી લે છે. આ એક પૉલિસી વર્ષમાં પ્રત્યેક આંખ માટે લાગુ પડે છે.
  • પાત્રતા
     

આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી 18 થી 65 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિઓ ખરીદી શકે છે. આરોગ્ય સંજીવની ફેમિલી ફ્લોટર પ્લાન વીમાદાતાને બે વયસ્કો અને 3 મહિનાથી 25 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા ત્રણ આશ્રિત બાળકો અને માતા-પિતા તથા સાસુ-સસરાને આવરી લેવાની સુવિધા આપે છે.

  • વીમાની રકમ
     

આ પ્લાન વ્યક્તિગત અને ફ્લોટર આધાર અંતર્ગત ઓછામાં ઓછા રૂ. 50,000 થી લઈને મહત્તમ રૂ. 10 લાખ સુધીની રેજમાં વીમા વિકલ્પ પૂરા પાડે છે.

  • પોલિસી અવધિ (ટર્મ)
     

1 વર્ષ માટે ઉપલબ્ધ.

  • સહ-ચુકવણી (કો-પેમેંટ)
     

પૉલિસીમાં સ્વીકાર્ય દાવા (ક્લેમ) પર 5% સહ-ચુકવણી છે, જેનો અર્થ છે કે પાત્ર વીમા રકમના 5% એ પૉલિસી ધારક (વીમાધારક) ચૂકવશે અને શેષ 95% એ વીમા કંપની (વીમાદાતા) દ્વારા ચૂકવવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે દર વખતે જ્યારે કંપની પાસે દાવો (ક્લેમ) દાખલ કરવામાં આવે છે, ત્યારે વીમાધારકને દાવાની રકમની નિશ્ચિત 5% ચૂકવણી કરવી પડશે, અને ત્યારબાદ સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ બાકીના દાવા (ક્લેમ)ની પ્રોસેસ કરશે.

  • સંચિત બોનસ
     

આરોગ્ય સંજીવની પૉલિસી તેના પૉલિસી ધારકોને દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે બોનસ તરીકે વીમાની રકમના 5% ઓફર કરે છે જે કે વીમાની રકમના મહત્તમ 50% સુધી હોઈ શકે છે

  • પ્રતિક્ષા સમયગાળો
     
  1. પૉલિસીની શરૂઆતની તારીખથી 30 દિવસની અંદર થયેલ કોઈપણ બીમારી આવરી લેવામાં આવતી નથી. આ અકસ્માતના કિસ્સામાં અપવાદ છે
  2. ચોક્કસ બીમારીઓ/સર્જરી માટે કવરેજ 24/48 મહિના પછી લાગુ થાય છે.
  3. પૉલિસીની શરૂઆતની તારીખથી 48 મહિનાના પ્રતિક્ષા સમયગાળા બાદ પૂર્વ-હયાત રોગોને આવરી લેવામાં આવે છે
  • પોર્ટેબિલિટી
     

આ પૉલિસીને પોર્ટ કરી શકાય છે. આ વિકલ્પનો ઉપયોગ ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં કરવો જોઈએ, પરંતુ પૉલિસી રિન્યુઅલ તારીખથી 60 દિવસ પહેલાં નહીં

  • પૂર્વ-ચિકિત્સકીય તપાસ
     

50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ કંપનીના નામાંકિત કેન્દ્રો પર પૂર્વ-સ્વીકૃતિ આરોગ્ય તપાસ કરાવવી પડશે.

  • આજીવન નવીકરણીયતા (લાઈફલોંગ રિન્યુએબિલીટી)
     

જો કે આ પૉલિસીની ખરીદી માટેની પાત્રતા એ 18 થી 65 વર્ષની વય વચ્ચેના લોકો સુધી સિમીત છે, તેમ છતાં પૉલિસી, સમયસર રિન્યુ કરવામાં આવે ત્યાં સુધી આજીવન નવીકરણીયતા પ્રદાન કરે છે. આમ કરવાથી, વીમાધારક PED ના કવરેજ, સંચિત બોનસ વગેરે જેવા સતત લાભોનો આનંદ માણી શકે છે.

અહીં વિવિધ ખર્ચાઓ છે જે આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

  • હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ
     
  1. રૂમનું ભાડું, બોર્ડિંગ તથા નર્સિંગનો ખર્ચ એ વીમાની રકમના 2% સુધી આવરી લેવામાં આવે છે જે કે મહત્તમ રૂ. 5000 પ્રતિ દિવસ સુધી હોઈ શકે છે.
  2. ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) અને ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU) ખર્ચને વીમાની રકમના 5% સુધી આવરી લેવામાં આવે છે જે કે મહત્તમ રૂ. 10000 પ્રતિ દિવસ સુધી હોઈ શકે છે
  3. સર્જન, એનેસ્થેટિસ્ટ, મેડિકલ પ્રેક્ટિશનર્સ, કન્સલ્ટન્ટ અને નિષ્ણાતની ફી આવરી લેવામાં આવે છે.
  4. એનેસ્થેસિયા, લોહી, ઓક્સિજન, ઓપરેશન થિયેટર શુલ્ક, સર્જીકલ ઉપકરણો, દવાઓ અને ગોળીઓ, નિદાન (ડાયગ્નોસ્ટિક્સ) માટે થયેલ ખર્ચ, ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ મોડેલિટીઝ પર થયેલ ખર્ચ.
  • આયુષ (AYUSH) સારવાર
     

આયુષ (AYUSH) હોસ્પિટલમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની દવાઓની પ્રણાલીઓ હેઠળ દરેક પૉલિસી વર્ષ દરમિયાન વીમાની રકમ સીમા સુધી લેવામાં આવતી ઇનપેશંટ કેર સારવાર. ટેબલમાં પણ તેનો ઉલ્લેખ કરાયી છે.

  • એમ્બ્યુલન્સ ખર્ચ
     

પૉલિસી હોસ્પિટલાઇઝેશન દીઠ રૂ. 2000ની સીમા સુધીના રોડ એમ્બ્યુલન્સ ખર્ચના શુલ્કને આવરી લે છે.

  • અકસ્માત કવર
     

આરોગ્ય સંજીવની ઈન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આકસ્મિક ઈજા પામેલા તમામ દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે.

  • આધુનિક સારવાર
     

બાર આધુનિક સારવારો વીમાની રકમના 50% સુધી આવરી લેવામાં આવે છે.

  1. ગર્ભાશય ધમની એમ્બોલાઇઝેશન અને HIFU (ઉચ્ચ તીવ્રતાવાળી કેન્દ્રિત અલ્ટ્રાસાઉન્ડ)
  2. બલૂન સાઇન્યુપ્લાસ્ટી
  3. ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન
  4. ઓરલ કીમોથેરેપી
  5. ઇમ્યુનોથેરેપી - મોનોક્લોનલ એન્ટિબોડી, ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે
  6. ઇન્ટ્રા વિટ્રીઅલ ઇન્જેક્શન
  7. રોબોટિક સર્જરી
  8. સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી
  9. શ્વાસનળીની થર્મોપ્લાસ્ટી
  10. પ્રોસ્ટ્રેટનું વાષ્પીકરણ
  11. ION M ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ
  12. સ્ટેમ સેલ થેરેપી
  13. ICU/ICCU ખર્ચ

ICU/ICCUમાં દાખલ થવાને કારણે થયેલા ખર્ચને પૉલિસી, પૉલિસીની સબ-લિમીટ સુધી આવરી લે છે. આમાં દવાના ખર્ચને બાદ કરતાં હોસ્પિટલના અન્ય તમામ ખર્ચની ભરપાઈ/ચુકવણીનો સમાવેશ થાય છે, જે ICU/ICCU શુલ્કના પ્રતિ દિવસના વાસ્તવિક દરના અનુમતિપાત્ર દિવસ દીઠ દરના અનુરૂપ હોય છે.

      14.  COVID-19 સારવાર કવર-

આરોગ્ય સંજીવની મેડિક્લેમ પૉલિસી કોવિડ-19ની સારવારની સાથે અન્ય બીમારીઓને પણ આવરી લે છે. જો કે, આ પૉલિસી હેઠળ COVID-19 સંબંધિત ખર્ચાઓ માટે 30 દિવસનો પ્રારંભિક પ્રતિક્ષા સમયગાળો લાગુ પડે છે.

ઓછું પ્રીમિયમ

ભારતમાં વધી રહેલા ચિકિત્સકીય ખર્ચને ધ્યાનમાં રાખીને, આરોગ્ય સંજીવની પૉલિસીનું પ્રીમિયમ એ બજારમાં ઉપલબ્ધ અન્ય આરોગ્ય વીમા પૉલિસીની તુલનાએ ઓછું છે

ઓછી સહ-ચુકવણી (કો-પેમેંટ)-

આ પૉલિસીમાં સ્વીકાર્ય દાવા (ક્લેમ) દરમિયાન વીમાધારક દ્વારા ઓછામાં ઓછી 5% ની સહ-ચુકવણી કરવી જરૂરી છે.

હપ્તા પ્રીમિયમ વિકલ્પો-

વીમાધારક વ્યક્તિ તેના પ્રિમીયમો હપ્તામાં ચૂકવવાનું પસંદ કરી શકે છે, જેમ કે અર્ધવાર્ષિક અથવા ત્રિમાસિક.

કર લાભો-

આવકવેરા એક્ટ, 1961ની કલમ 80D મુજબ, આવકવેરા આકારણી કરનાર, 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ કે પરિવારના સભ્યો આરોગ્ય વીમાના પ્રીમિયમની ચુકવણી પર રૂ. 25,000 રિબેટ મેળવી શકે છે, અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આ રકમ રૂ. 50,000 સુધી પહોંચી શકે છે. જો એક પૉલિસી અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના પરિવારના બે સભ્યોનો વીમો લેવામાં આવ્યો હોય તો કપાતપાત્ર રકમ વધીને 1 લાખ રૂપિયા થઈ જશે. તેનાથી વિપરિત, જો પરિવારનો એક સભ્ય 60 વર્ષથી ઓછી ઉંમરનો હોય અને તેના માતા-પિતાને સમાન પોલિસી અંતર્ગત નોંધવામાં આવે, તો તેઓને 75,000 રૂપિયાની કપાત મળી શકે છે.

પૉલિસી બાકાતની નીચેની સૂચિ આંશિક છે અને તે એક સંપૂર્ણ સૂચિ નથી. ખાતરી કરી લો કે તમે પૉલિસી ક્લોઝમાંના તમામ બાકાત વાંચ્યા છે.

  • પ્રતિક્ષા સમયગાળાની સમાપ્તિ પહેલાં પૂર્વ-હયાત રોગો (PED) ની સારવાર અને તેમની પ્રત્યક્ષ જટિલતાઓ સાથે સંબંધિત ખર્ચ એ પોલિસી ક્લોઝમાં દર્શાવ્યા પ્રમાણે છે.
  • વીમા પૉલિસી ક્લોઝ હેઠળ સૂચવવામાં આવેલી સારવાર, સર્જરી અને રોગો 24 મહિના અથવા 48 મહિના, જે પણ લાગુ થાય એ પ્રતિક્ષા સમયગાળા પહેલાં આવરી લેવામાં આવશે નહીં.
  • આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળ પૉલિસીની શરૂઆતના પ્રથમ 30 દિવસની અંદર થતી માંદગીના કારણે ઉદ્ભવતા ચિકિત્સકીય બિલ્સને આવરી લેવામાં નહીં આવે, સિવાય કે એ ચિકિત્સકીય ખર્ચ અકસ્માતના લીધે હોય, જેને પૉલિસી ખરીદીના દિવસથી આવરી લેવામાં આવશે.
  • લિંગ પરિવર્તન સંબંધિત કોઈપણ સારવાર
  • ઘરેલું સારવાર તથા OPD સારવાર

આ પૉલિસી કેવી રીતે ખરીદવી?

 

આરોગ્ય સંજીવની પૉલિસી ઓનલાઈન ખરીદવી ખૂબ જ સરળ છે:

 

પગલું 1: સ્ટાર હેલ્થ વેબસાઇટ અથવા મોબાઇલ એપની મુલાકાત લો અને આરોગ્ય સંજીવની પૉલિસી શોધો. તમારું નામ, મોબાઈલ ક્રમાંક અને ઈ-મેલ એડ્રેસ આપો. 

 

પગલું 2: કેટલીક મુખ્ય વિગતો દાખલ કરો, તમે કેટલા લોકો માટે પૉલિસી લેવા માંગો છો તેમની સંખ્યા (જો પરિવાર માટે ખરીદતા હોવ તો), જન્મ તારીખ, પૉલિસીની મુદ્દત.

 

પગલું 3: આ માહિતી શેર કરવા પર, તમને પસંદ કરેલ વીમાની રકમ પર તમારા પ્રીમિયમ પર અંતિમ ક્વોટ (ભાવ) મળશે અને તમે તે ચુકવણી કરીને આગળ વધી શકો છો. હવે, તમારી પાસે તમારા ઇનબોક્સમાં થોડીવારમાં જ પૉલિસી આવી જશે.

 

તમારી પૉલિસીને નવીકરણ (રિન્યુ) કરવી ખુબ સરળ છે. ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ ક્રમાંક (અથવા પૉલિસી વિગતો) વડે સાઇન ઇન કરો, તમારી વિગતોની પુષ્ટિ કરો અને ચુકવણી કરો. અને થઇ ગયું!

વારંવાર પૂછાતા પ્રશ્નો

આરોગ્ય સંજીવની એ વીમા નિયમનકાર દ્વારા ડિઝાઇન કરાયેલ એક સામાન્ય ઉત્પાદ છે. પરંતુ અમુક વીમા કંપનીઓ વધારાના પ્રીમિયમની માંગ કરીને ગંભીર બીમારીનું વૈકલ્પિક કવર ઓફર કરે છે. પરંતુ સ્ટાર હેલ્થ એ નિયમનકાર દ્વારા ડિઝાઇન કરાયેલ તમામ સુવિધાઓ પ્રદાન કરે છે, અને પોલિસી ધારકો સમગ્ર ભારતમાં સારી બિનરોકડ (કેશલેસ) સુવિધા મેળવી શકે છે.

આરોગ્ય સંજીવનીની પૉલિસી અવધિ એક વર્ષની હોય છે. પ્રીમિયમને ત્રિમાસિક, અર્ધવાર્ષિક તથા વાર્ષિક ચૂકવણીથી ચૂકવી શકાય છે.

તમામ સ્વીકાર્ય દાવાઓ (ક્લેમ) માટે 5% સહચૂકવણી (કો-પે).

આ પૉલિસી હેઠળ પૂરી પાડવામાં આવેલ વીમાની રકમના વિકલ્પો પચાસ હજારના ગુણકમાં ₹50000 થી ₹10,00,000 ની રેંજમાં રહે છે.

આરોગ્ય સંજીવની પૉલિસી, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ
Disclaimer:

Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment. 
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in