પૉલિસી પ્રકારઆ પૉલિસી ફક્ત વ્યક્તિગત આધારે જ લાભો પ્રદાન કરે છે. |
પૉલિસી અવધિ (ટર્મ)આ પૉલિસી એક વર્ષની મુદ્દત માટે મેળવી શકાય છે. |
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 60 દિવસ સુધીના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશના ચિકિત્સકીય ખર્ચાઓ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચના 7% સુધી આવરી લેવાય છે અથવા વાસ્તવિક ખર્ચને આવરી લેવામાં આવે છે. |
રૂમનું ભાડુંદર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને રૂ. 5,000/- પ્રતિ દિવસ સુધી આવરી લેવામાં આવે છે. |
વહેંચાયેલ આવાસશેર કરેલ આવાસ પર વીમાધારક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ખર્ચ દરરોજ રૂ. 500/- સુધી આવરી લેવામાં આવે છે, જે મહત્તમ રૂ. 2,000/- પ્રતિ હોસ્પિટલમાં દાખલ થાય છે અને પોલિસી સમયગાળા દીઠ રૂ. 10,000/-ને આધિન છે. |
ઇમરજન્સી એમ્બ્યુલન્સખાનગી એમ્બ્યુલન્સ દ્વારા વીમાધારક વ્યક્તિના પરિવહન માટે એમ્બ્યુલન્સ શુલ્ક રૂ. 750/- સુધી પ્રતિ હોસ્પિટલાઈઝેશન અને રૂ. 1500/- પ્રતિ પૉલિસી સમયગાળા દીઠ આવરી લેવામાં આવે છે. |
દિવસ સંભાળ (ડે કેર) ઉપચારચિકિત્સકીય સારવાર અને સર્જીકલ ઉપચાર કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેને આવરી લેવાય છે. |
સહ-ચુકવણી (કો-પેમેંટ)આ પૉલિસી ફ્રેશ તથા રિન્યુ કરેલ પૉલિસીના તમામ દાવાઓ (ક્લેમ)ની રકમની 20% સહ-ચુકવણી (કો-પેમેંટ)ને આધિન છે. |
આધુનિક સારવારરોબોટિક સર્જરી, ઓરલ કીમોથેરેપી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચને પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી ચુકવણી કરવામાં આવે છે. |
સબ-લિમીટપૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત ચોક્કસ સારવારો અને ઉપચાર માટે પૉલિસી સબ-લિમીટને આધિન છે. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.