

Sવરિષ્ઠ નાગરિકો માટે રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી
IRDAI UIN: SHAHLIP26041V082526
HIGHLIGHTS
Plan Essentials
નમ્ય (ફ્લેક્સિબલ) વીમા રકમ
ઉપલબ્ધ વીમા રકમના વિકલ્પો એકલ વ્યક્તિ (વ્યક્તિગત) આધારે - 1/2/3/4/5/7.5/10/15/20/25 લાખ અને ફ્લોટર (પોતાના અને જીવનસાથીના) આધારે - 10/15/20/25 લાખ.
આધુનિક સારવાર
ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રા વિટ્રીલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી આવરી લેવામાં આવે છે.
પ્રીમિયમ છૂટ (ડિસ્કાઉન્ટ)
પૉલિસીની ઑનલાઇન ખરીદી અને નવીકરણ (રિન્યુઅલ) માટે 5% છૂટ (ડિસ્કાઉન્ટ). વધુમાં, 10% છૂટ (ડિસ્કાઉન્ટ) એ તંદુરસ્ત વ્યક્તિઓ માટે લાગુ પડે છે જેમણે પૉલિસી ખરીદતા પહેલા અથવા રિન્યુ કરતા પહેલા 45 દિવસની અંદર સૂચિબદ્ધ ચિકિત્સકીય તપાસો કરી લીધી છે.
પૂર્વ-હયાત રોગોનો પ્રતિક્ષા સમયગાળો
પૂર્વ-હયાત રોગો (PED) અને તેમની જટિલતાઓ આ પૉલિસી હેઠળ 12 મહિના પછી આવરી લેવામાં આવે છે કે જેને અરજી કરતી વખતે જાહેર કરવામાં આવી હોય અને વીમા કંપની દ્વારા સ્વીકારવામાં આવી હોય.
ઓપી પરામર્શ (OP કન્સલ્ટેશન)
નેટવર્ક હોસ્પિટલોમાં આઉટપેશંટ પરામર્શ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી ચૂકવવાપાત્ર છે.
પ્રવેશની ઉંમર
60 થી 75 વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકો સ્થિર પ્રીમિયમ અને આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ) વિકલ્પ સાથે આ પૉલિસીનો લાભ લઈ શકે છે.
ચિકિત્સકીય તપાસ
આ પૉલિસીનો લાભ લેવા માટે પૂર્વ-ચિકિત્સકીય તપાસ (પ્રી-મેડિકલ ટેસ્ટ) ફરજિયાત નથી.
પૉલિસી પ્રકાર
આ પૉલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે મેળવી શકાય છે.
Detailed List
શું સમાવિષ્ટ છે તે સમજો
અગત્યની હાઈલાઈટ્સ
પૉલિસી અવધિ (ટર્મ)આ પૉલિસી એક, બે કે ત્રણ વર્ષની અવધિ માટે મેળવી શકાય છે. |
વીમાની રકમઆ પૉલિસી હેઠળ વીમાની રકમના વિકલ્પો છે રૂ. 1,00,000/-, રૂ. 2,00,000/-, રૂ. 3,00,000/-, રૂ. 4,00,000/-, રૂ. 5,00,000/-, રૂ. 7,50,000/-, રૂ. 10,00,000/-, રૂ. 15,00,000/-, રૂ. 20,00,000/- અને રૂ. 25,00,000/-. ફ્લોટર આધારે વીમાની રકમનો વિકલ્પ રૂ. 10,00,000/- થી રૂ. 25,00,000/- ઉપલબ્ધ છે. |
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનમાંદગી, ઈજા કે અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
પ્રી-હોસ્પિટલાઇઝેશનદર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનપૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા મુજબ પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચાઓ એ હોસ્પિટલાઈઝેશનના 7% સુધી આવરી લેવામાં આવે છે. |
રૂમનું ભાડુંદર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને પસંદ કરેલ મહત્તમ વીમા રકમ માટે રૂ. 10,000/- સુધી આવરી લેવામાં આવે છે. |
ICU શુલ્કરૂ.10 લાખ સુધીની વીમાની રકમ માટે ICU શુલ્ક તરીકે વીમાની રકમના 2% સુધી ચૂકવવાપાત્ર છે. અને, રૂ.15 લાખથી રૂ.25 લાખ સુધીની વીમાની રકમ માટે, ICU શુલ્ક વાસ્તવિક ખર્ચ સુધી આવરી લેવામાં આવે છે. |
રોડ એમ્બ્યુલન્સખાનગી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વીમાધારક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે લાગતા એમ્બ્યુલન્સ શુલ્કને આવરી લેવામાં આવે છે. |
દિવસ સંભાળ (ડે કેર) ઉપચારચિકિત્સકીય સારવાર અને સર્જીકલ ઉપચાર કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેને આવરી લેવાય છે. |
મોતિયાની સારવારપૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી 24 મહિનાના પ્રતિક્ષા સમયગાળા પછી મોતિયાની સારવાર માટે થયેલા ખર્ચને આવરી લેવામાં આવે છે. |
સહ-ચુકવણી (કો-પેમેંટ)આ પૉલિસી તમામ દાવાઓ (ક્લેમ) માટે 30% સહ-ચુકવણી (કો-પેમેંટ)ને આધિન છે. |
આરોગ્ય તપાસ (હેલ્થ ચૅક-અપ)દરેક દાવા-મુક્ત (ક્લેમ ફ્રી) વર્ષ માટે, નેટવર્ક હોસ્પિટલોમાં વાર્ષિક આરોગ્ય તપાસ માટે કરવામાં આવેલ ખર્ચ નિર્દિષ્ટ સીમા સુધી આવરી લેવામાં આવે છે. |
હપ્તા વિકલ્પોTપૉલિસી પ્રીમિયમ ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તે વાર્ષિક, દ્વિવાર્ષિક (2 વર્ષમાં એકવાર) અને ત્રિવાર્ષિક (3 વર્ષમાં એકવાર) આધારે પણ ચૂકવી શકાય છે. |
પ્રતિક્ષા સમયગાળો
1. પૂર્વ-હયાત રોગો માટે - 12 મહિના
2. ચોક્કસ રોગો/ઉપચારો માટે - 24 મહિના
3. પ્રારંભિક પ્રતિક્ષા સમયગાળો - 30 દિવસ (અકસ્માત સિવાય)
સમર્પિત વરિષ્ઠ નાગરિકોના (સિનીયર સિટીઝન્સના) દાવાઓ (ક્લેમ્સ) અને ફરિયાદો
જે પૉલિસીધારકોને વીમાદાતાઓ સામે ફરિયાદો હોય તેમણે સૌ પહેલા આપેલ લિંક વડે વીમાદાતાની તકરાર/ફરિયાદ નિવારણ સેલનો સંપર્ક કરવો જરૂરી છે,
https://www.starhealth.in/grievance-redressal
ઈમેલ: gro@starhealth.in અથવા grievances@starhealth.in
જો તેમને ઉચિત સમયગાળામાં વીમાદાતા તરફથી પ્રતિઉત્તર ન મળે અથવા કંપનીના પ્રતિઉત્તરથી તેઓ અસંતુષ્ટ હોય, તો આપેલનો સંપર્ક કરો
ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (IGMS) - ફરિયાદોની નોંધણી હેતુ - પર IRDAI પોર્ટલ https://igms.irda.gov.in પર ઇમેઇલ કરો complaints@irdai.gov.in
અને ટોલ ફ્રી ક્રમાંક 155255 અથવા 1800 4254 732 પર કૉલ કરી શકો છો.
આધુનિક સારવારો
આધુનિક સારવાર માટે કવરેજ જાણવા હેતુ કૃપા કરીને અહીં ક્લિક કરો
પ્રીમિયમ ચિત્રણ (ઉદાહરણ)
વ્યક્તિગત અને ફ્લોટર આધાર પર લાભ/પ્રીમિયમ ચિત્રણ (ઉદાહરણ) હેતુ કૃપા કરીને અહીં ક્લિક કરો
પૂર્વ-સ્વીકૃતિ ચિકિત્સકીય તપાસ
અહીં કોઈ પૂર્વ-સ્વીકૃતિ ચિકિત્સકીય તપાસ થતી નથી. જો કે વીમા માટે પ્રસ્તાવિત વ્યક્તિના નીચેના ચિકિત્સકીય રેકોર્ડ સબમિટ કરવામાં આવે તો, તેને 10% ની છૂટ આપવામાં આવે છે.
1. સ્ટ્રેસ થેલિયમ રિપોર્ટ
2. BP (રક્તચાપ) રિપોર્ટ
3. શર્કરા (રક્ત અને મૂત્ર) (ભોજન પહેલાની (ફાસ્ટિંગ)/ ભોજન પછીની (પોસ્ટપ્રાન્ડિયલ))
4. રક્ત યુરિયા અને ક્રિએટિનાઇન
ફ્રી લુક અવધિ
પૉલિસીની શરૂઆતના સમયે, વીમાધારકને પૉલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરવા અને સ્વીકાર્ય ન હોય તો પૉલિસી પરત કરવા માટે પૉલિસી પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસનો સમયગાળો આપવામાં આવશે. આવા કિસ્સામાં, પ્રીમિયમ રિફંડ નીચે મુજબ રહેશે:
જો ફ્રી લુક અવધિ દરમિયાન વીમાધારકે કોઈ દાવો (ક્લેમ) કર્યો નથી, તો વીમાધારક આપેલનો હકદાર રહેશે-
1. રિફંડ એ ચૂકવેલા પ્રીમિયમમાંથી વીમા કંપની દ્વારા વીમાધારક વ્યક્તિઓની ચિકિત્સકીય તપાસ માટે કરવામાં આવેલા કોઈપણ ખર્ચ અને સ્ટેમ્પ ડ્યુટી શુલ્કની કપાત કરીને આપવામાં આવશે અથવા
2. જ્યાં જોખમ પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને પૉલિસી ધારક દ્વારા પૉલિસી પરત કરવાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે, તો કવર પરના સમયગાળા માટે પ્રમાણસર જોખમ પ્રીમિયમ સામે કપાત કરવામાં આવશે અથવા
3. જ્યાં વીમા કવરેજનો માત્ર એક ભાગ જ શરૂ થયો હોય, ત્યાં આવા સમયગાળા દરમિયાન વીમા કવરેજને અનુરૂપ આવા પ્રમાણસર પ્રીમિયમ લેવાશે.
નવીકરણ (રિન્યુઅલ) સમયે ફ્રી લુક અવધિ લાગુ થશે નહીં
નોંધ: નવીકરણ (રિન્યુઅલ) પ્રીમિયમ, નિયમો અને શરતો IRDAI ની પૂર્વ મંજૂરી વડે બદલાઈ શકે છે.
બીજું કંઈક શોધી રહ્યા છો?
બધા પ્લાન જુઓશરૂ કરો
શ્રેષ્ઠની ખાતરી રાખો
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.


શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?
વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમો
વૃદ્ધત્વ - એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, જે આપણા સમાજના તમામ વર્ગો માટે એક અનન્ય પડકાર છે. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિગત નાગરિકોને વરિષ્ઠ નાગરિક તરીકે ગણવામાં આવે છે. પ્રથમ ભારતીય લોન્ગીટ્યુડીનલ એજીંગ સ્ટડી (LASI) મુજબ, ભારતમાં ત્રણમાંથી બે વરિષ્ઠ નાગરિકો કોઈને કોઈ દીર્ધકાલિન (ક્રોનિક) રોગથી પીડાય છે. વૃદ્ધ વય જૂથની વ્યક્તિઓમાં વધુ પ્રચલિત રોગોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (CVD), ક્રોનિક હાયપરટેન્શન, ડાયાબિટીસ, હાડકાં અને સાંધાના રોગો અને અન્ય ઘણા રોગોનો સમાવેશ થાય છે. આરોગ્ય સંભાળની જરૂરિયાતો નિવૃત્તિની સૌથી મોટી 'અજાણ' પૈકીની એક છે. તમારા નાણાકીય દૃષ્ટિકોણથી, વરિષ્ઠ નાગરિકો લીધે, આવી દીર્ધકાલિન બિમારીઓ માટે પ્રમાણભૂત સારવાર મેળવવાથી ચિકિત્સકીય ખર્ચમાં થયેલા વધારાના કારણે તમારી બચત ઓછી થઈ શકે છે અને એથી તમારી નિવૃત્તિનું લક્ષ્ય નક્કી કરવું એ મુશ્કેલ બની શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમો તેમની ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી છે. તેથી, તમારી આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂર્ણ કરતા યોગ્ય અને અસરકારક આરોગ્ય પ્લાન વડે તરત જ પોતાને આવરી લો.
વરિષ્ઠ નાગરિકો માટે રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી
સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ, વરિષ્ઠ નાગરિકો લીધે ઉપયોગિતાવાદી અભિગમ સાથે સિનીયર સિટીઝન રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી રજૂ કરે છે. આ પ્લાન 60 થી 75 વર્ષની વય જૂથના વરિષ્ઠ નાગરિકો માટે અનન્ય રીતે બનાવવામાં આવ્યો છે.
આ પૉલિસી વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ લાભો લઇ આવે છે, જેમાં આધુનિક સારવાર, નોંધપાત્ર ચિકિત્સકીય ઇન્ટરવેન્શન, આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ) વિકલ્પ સહિત સ્થિર પ્રીમિયમની ઉપલબ્ધતા સાથે બીજા પૉલિસી વર્ષથી પૂર્વ હયાત રોગો સાથે સંકળાયેલી દૈનિક સંભાળ (ડે કેર) સારવારની વિશાળ શ્રેણી માટે કવરેજનો સમાવેશ થાય છે. આ પૉલિસી વ્યક્તિગત/ફ્લોટર વીમીત રકમ આધારે ઉપલબ્ધ છે. ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે ચિકિત્સકીય વીમા તરફે શ્રેષ્ઠ પોકેટ-ફ્રેંડલી પ્રીમિયમ શોધી રહેલા વરિષ્ઠ નાગરિકો માટે તે યોગ્ય છે. પૉલિસીની મુખ્ય વિશેષતા એ છે કે પૉલિસી ખરીદતી વખતે પ્રી-ઇન્શ્યોરન્સ ચિકિત્સકીય તપાસ (મેડિકલ ચૅક-અપ)ની જરૂર નથી. પૉલિસી ખરીદવા પર તમે સેક્શન 80D હેઠળ કર મુક્તિનો લાભ પણ મેળવી શકો છો.
સિનીયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદવા પર, વ્યક્તિ નીચે સૂચિબદ્ધ અનુસાર વિપુલ પ્રમાણમાં લાભ મેળવી શકે છે:
- વધારે વીમા કવરેજની ઉપલબ્ધતા, વ્યક્તિગત આધારે રૂ.25 લાખ સુધી અને ફ્લોટર આધારે રૂ.10 લાખથી 25 લાખ સુધી
- નેટવર્ક હોસ્પિટલોમાં આઉટપેશંટ ચિકિત્સકીય પરામર્શ માટે કવરેજ
- વ્યક્તિની ઉંમર અને પસંદ કરેલ વીમાની રકમને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પૂર્વ-વીમા ચિકિત્સકીય તપાસની જરૂર નથી.
- પૂર્વ-હયાત રોગો (PED)ને એક વર્ષના પ્રતિક્ષા સમયગાળા પછી આવરી લેવામાં આવે છે.
- નેટવર્ક હોસ્પિટલોની વ્યાપક શ્રેણીમાં બિનરોકડ (કેશલેસ) અને ભરપાઈ (રિઈમ્બર્સમેન્ટ) બંને સુવિધાઓ સાથે દિવસ સંભાળ (ડે કેર) સારવારો/ઉપચારો અને આધુનિક સારવારોનો વ્યાપક કવરેજ.
- ચૂકવેલ પ્રીમિયમ પર પ્રવર્તમાન આવકવેરાના નિયમો અનુસાર કર લાભ મેળવવો, આવકવેરા કાયદાની કલમ 80-D હેઠળ રાહત માટેની પાત્રતા.
- આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુએબિલિટી) વિકલ્પનો અતિરિક્ત ફાયદો.
- અમુક ચિકિત્સકીય રેકોર્ડ્સ સબમિટ કરવા પર પ્રીમિયમ પર 10% છૂટ (ડિસ્કાઉન્ટ)ની મંજૂરી છે.
- પૉલિસીની ઓનલાઈન ખરીદી માટે 5% છૂટ (ડિસ્કાઉન્ટ)
- પ્રીમિયમ ત્રિમાસિક અને અર્ધવાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તમે વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક આધાર પર ચૂકવણી કરવાનું પસંદ કરી શકો છો.
સિનીયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી તમને, વરિષ્ઠ નાગરિકોને તમારી આરોગ્ય સંભાળની જરૂરિયાતો પર સમર્થન આપવા માટે બહુવિધ પાસાઓ પર તેના કવરેજને વિસ્તૃત કરે છે અને આ રીતે તેને 60+ વયના લોકો માટે એક પર્યાપ્ત મેડિક્લેમ પૉલિસી બનાવે છે.
દિવસ સંભાળ (ડે કેર) સારવારો
તમામ દિવસ સંભાળ (ડે કેર) સારવારો, સર્જરી અને ઉપચારો માટેના ખર્ચને આવરી લેવામાં આવે છે જેમાં 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ
વીમાની રકમ સુધીના તમામ ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનના ખર્ચ માટે કવરેજ.
હોસ્પિટલાઈઝેશન પહેલા અને પછીનો ખર્ચ
નેટવર્ક હોસ્પિટલોમાં દાખલ થવા પહેલા મહત્તમ 30 દિવસ માટે પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ આવરી લેવામાં આવે છે
પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલા ખર્ચના મહત્તમ 7% સુધી પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ આવરી લેવામાં આવે છે.
આધુનિક સારવારો
પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સબ-લિમીટ સુધી, બલૂન સાઇનુપ્લાસ્ટી, ઇમ્યુનોથેરેપી અને સ્ટેમ સેલ થેરેપીનો સમાવેશ કરતી બાર આધુનિક સારવારો આવરી લેવામાં આવી છે.
આઉટ-પેશંટ ખર્ચ
નેટવર્ક હૉસ્પિટલમાં આઉટ-પેશંટ તરીકે કરવામાં આવતા કોઈપણ ચિકિત્સકીય પરામર્શ ખર્ચને રૂ. 200 પ્રતિ પરામર્શ દરની સીમા સુધી આવરી લેવામાં આવે છે
વાર્ષિક આરોગ્ય તપાસ (ચૅક-અપ્સ)
નેટવર્ક હોસ્પિટલોમાં દરેક દાવા-મુક્ત (ક્લેમ ફ્રી) વર્ષ માટે એક સીમા સુધી આરોગ્ય તપાસના ખર્ચ સામે ખર્ચની ચુકવણી
પૂર્વ-હયાત રોગ (PED)
તમે પૉલિસી શરૂ થયાની તારીખથી 12 મહિના પછી પૂર્વ-હયાત બીમારીઓ પર સારવાર માટે દાવો (ક્લેમ) કરી શકો છો.
ચોક્કસ બીમારી/માંદગી કવરેજ
પૉલિસી અમુક ચોક્કસ બીમારીઓ/ઉપચારોને 24-મહિનાના પ્રતિક્ષા સમયગાળા પછીથી જ આવરી લે છે. વીમાની રકમના વિકલ્પોના આધારે ચોક્કસ સીમા સુધી મોતિયાની સર્જરીને આવરી લેવાય છે.
પ્રારંભિક પ્રતિક્ષા સમયગાળો - 30 દિવસ (અકસ્માત સિવાય).
પૉલિસી નીચે સૂચિબદ્ધ સારવારો અને સ્થિતિને આવરી લેતી નથી:
- કોસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચ
- લિંગ-પરિવર્તન સારવાર
- ઈરાદાપૂર્વક પહોંચાડેલી સ્વ ઈજા
- જોખમી અથવા સાહસિક રમતોમાં ભાગ લેવાને કારણે થયેલી જરૂરી સારવાર.
- આલ્કોહોલ અથવા ડ્રગના દુષ્પ્રયોગ હેતુ સારવાર
- જન્મજાત બાહ્ય સ્થિતિ / ખામી / વિસંગતતાઓ
આવા બાકાતોની વિગતવાર સૂચિ મેળવવા માટે કૃપા કરીને વેબસાઇટ પરના પૉલિસી ક્લોઝ તથા લખાણોનો સંદર્ભ લો.
શા માટે 60+ વય ધરાવતા વૃદ્ધ લોકોએ સ્ટાર હેલ્થ મેડિકલ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ
સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય પ્લાન બનાવે છે જેમણે એક સમયે રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. સિનયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી એ વૃદ્ધ સમુદાયના સમર્થનમાં એક પરિપૂર્ણ પ્લાન છે.
વરિષ્ઠ નાગરિકોને પૉલિસી ખરીદવા પર અસંખ્ય મૂલ્યવાન લાભો મળે છે:
- નેટવર્ક હોસ્પિટલમ કોઈપણ આઉટપેશંટ ચિકિત્સકીય પરામર્શ પર કવરેજ
- વીમા પહેલાની ચિકિત્સકીય તપાસની જરૂર નથી
- પૂર્વ-હયાત રોગો (PED) એક વર્ષના પ્રતિક્ષા સમયગાળા પછી આવરી લેવામાં આવે છે.
- A broader coverage for daycare procedures and modern treatments.
દિવસ સંભાળ (ડે કેર) ઉપચાર અને આધુનિક સારવારો માટે વ્યાપક કવરેજ.
જે પૉલિસીધારકોને વીમાદાતાઓ સામે ફરિયાદો હોય તેમણે સૌપહેલા આપેલ લિંક વડે વીમાદાતાની તકરાર/ફરિયાદ નિવારણ સેલનો સંપર્ક કરવો જરૂરી છે
https://www.starhealth.in/grievance-redressal
ઈમેલ:gro@starhealth.in અથવા grievances@starhealth.in
જો તેમને ઉચિત સમયગાળામાં વીમાદાતા તરફથી પ્રતિઉત્તર ન મળે અથવા કંપનીના પ્રતિઉત્તરથી તેઓ અસંતુષ્ટ હોય, તો આપેલનો સંપર્ક કરો
ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (IGMS) - ફરિયાદોની નોંધણી હેતુ https://igms.irda.gov.in પર IRDAI પોર્ટલ complaints@irdai.gov.in પર ઇમેઇલ કરો.
અને ટોલ ફ્રી ક્રમાંક 155255 અથવા 1800 4254 732 પર કૉલ કરી શકો છો.
સિનીયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાથી કર લાભ
પૉલિસીનો મુખ્ય ફાયદો એ છે કે, વીમાધારક વ્યક્તિ આવકવેરા અધિનિયમ 1961ની સેક્શન 80-D હેઠળ રોકડ સિવાયના કોઈપણ માધ્યમથી ચૂકવવામાં આવેલા પ્રીમિયમના સંદર્ભમાં કર લાભો માટે પાત્ર છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
સિનીયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી માટે આરોગ્ય વીમા પ્રીમિયમ એ 1 લાખથી 25 લાખ સુધીના કવરના વીમાની રકમ પર આધારિત છે.
પ્રીમિયમ એ કર બાકાત કરીને INR 4500/- થી 36,000/- સુધી રહી શકે છે
ખરીદવાનો શ્રેષ્ઠ વિકલ્પ 15 લાખની વીમા રકમ અને પ્રીમિયમ આશરે INR 29,000/- સુધી રહેશે, અને સાથે જ સેક્શન 80D લાભ મેળવો.
અમે વૃદ્ધ લોકોની ખોરાકની ટેવ બદ્દલ તેમની સીમાઓ અને જરૂરિયાતોને સમજીએ છીએ
વૃદ્ધ લોકોને નિદાન (ડાયગ્નોસ્ટિક્સ) બદ્દલ ઘણી વખત મુલાકાત લેવાનું કહેવું એ પ્રશંસનીય નથી.
પસંદ કરેલ કોઈપણ વીમા રકમ માટે પ્રી-ઈન્શ્યોરન્સ મેડિકલ સ્ક્રિનિંગ જરૂરી નથી.
પ્રી-ઇન્શ્યોરન્સ ચિકિત્સકીય તપાસ (મેડિકલ સ્ક્રિનિંગ)નો ખર્ચ વહન કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી, અમે વૃદ્ધ લોકોને વીમા મેડિકલ સ્ક્રિનિંગને આધીન કરતા નથી.
આ પૉલિસી હેઠળ 3 સમય-બંધિત બાકાતો અથવા પ્રતિક્ષા સમયગાળો છે, જે આપેલ પ્રમાણે છે
- કોઈપણ પ્રારંભિક બીમારી - 30 દિવસ (અકસ્માતને પહેલા દિવસથી આવરી લેવામાં આવે છે)
- અમુક ચોક્કસ સારવાર - 24 મહિના ઉદાહરણ તરીકે, મોતિયો, ઇંટર વર્ટેબ્રલ ડિસ્કનું ખસવું (પ્રોલેપ્સ), ENT, કેલ્ક્યુલી, હર્નીયા, વગેરે માટે તમામ પ્રકારનું મેનેજમેંટ.
- પૂર્વ-હયાત રોગો - 12 મહિના
ચિકિત્સકીય રિપોર્ટ્સ દેખાડવા પર તથા તે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા સ્વીકૃત કરવા પર આજીવન સ્વસ્થ રહેલ વ્યક્તિ માટે 10% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
જો પ્રસ્તાવક નીચે આપેલા દસ્તાવેજો રજૂ કરે છે:
સ્ટ્રેસ થૅલિયમ રિપોર્ટ
BP (રક્તચાપ) રિપોર્ટ
શર્કરા (રક્ત અને મૂત્ર)
રક્ત યુરિયા અને ક્રિએટિનાઇન
પ્રસ્તાવ કર્યાની તારીખથી 45 દિવસ પહેલાનું પરીક્ષણ ન હોવું જોઈએ
અમે ડિજિટલ (શૂન્ય-સંપર્ક) વહેવારને પ્રોત્સાહન આપી રહ્યા છીએ
ફક્ત પ્રથમ ખરીદી માટે જ 5% ની ઓનલાઈન ખરીદ છૂટ (ડિસ્કાઉન્ટ).
આરોગ્ય વીમા પૉલિસી હેઠળ ખર્ચ-વહેંચણીની જરૂરિયાત. વીમાધારકે સ્વીકાર્ય દાવા (ક્લેમ) રકમની ચોક્કસ ટકાવારી વહન કરવી જોઈએ. તમામ દાવાઓ (ક્લેમ) માટે 30% ની નજીવી સહ-ચુકવણી (કો-પેમેંટ) લાગુ થાય છે.

Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment.
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in



