પૉલિસી અવધિ (ટર્મ)આ પૉલિસી એક વર્ષની મુદ્દત માટે મેળવી શકાય છે. |
પ્રવેશની ઉંમર18 થી 65 વર્ષ વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પૉલિસીનો લાભ લઈ શકે છે. ફ્લોટર આધાર હેઠળ, 12 મહિનાથી 25 વર્ષની ઉંમર ધરાવતા 2 આશ્રિત બાળકો સુધી આવરી લેવામાં આવે છે. |
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનમાંદગી, ઈજા અથવા અકસ્માત લીધે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
રૂમનું ભાડુંરૂમ, બોર્ડિંગ તથા નર્સિંગના ખર્ચને પ્રતિ દિવસ વીમીત રકમના 1% સુધી આવરી લેવામાં આવે છે. |
ICU શુલ્કICU માટે વાસ્તવિક શુલ્કને આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. |
દૈનિક સંભાળ (ડે કેર) ઉપચારચિકિત્સકીય સારવાર અને સર્જીકલ ઉપચારો કે જેમાં તકનીકી પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, તેને આવરી લેવાય છે. |
આધુનિક સારવારપૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી આધુનિક સારવાર ખર્ચ ચૂકવવાપાત્ર છે. |
સહ-ચુકવણી (કો-પેમેંટ)આ પૉલિસી દરેક સ્વીકાર્ય દાવા (ક્લેમ)ની રકમના 20% સહ-ચુકવણી (કો-પેમેંટ)ને આધીન છે, નવી પૉલિસી માટે તેમજ રિન્યુઅલ વખતે જેમાં વીમાધારક વ્યક્તિની ઉંમર આ પૉલિસીમાં પ્રવેશ સમયે 61 વર્ષ તથા તેથી વધુ હોય છે. |
મોતિયાની સારવારમોતિયાની સારવારને પ્રતિ નેત્ર રૂ.10,000/- સુધી અને પૉલિસી સમયગાળા દીઠ રૂ. 15,000/- સુધી આવરી લેવામાં આવે છે. |
હપ્તાના વિકલ્પોપૉલિસીધારકો ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક આધારે તેમના પ્રીમિયમ ચૂકવી શકે છે. તેઓ વાર્ષિક ચૂકવણી પણ કરી શકે છે. |
આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ)આ પૉલિસી આજીવન નવીકરણ વિકલ્પ પ્રદાન કરે છે. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.